SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૮૫ ત્યાગી-તપસ્વી-જ્ઞાની-ધ્યાની સાચા મહામુનિઓ આ ઉપર કહેલા પન્નરે પ્રકારના દોષોનો નાશ કરવા માટે વધારે ને વધારે પ્રયત્નશીલ બને છે. આવા કષાયો જીવનમાં પ્રગટ ન થાય અને જોર ન કરે તેટલા માટે જ તેવા તેવા સંજોગોથી દૂર રહેવા રૂપ દ્રવ્યચારિત્રને પાળે છે. સ્ત્રી જાતિ પુરુષનો સ્પર્શ પણ ન કરે અને પુરુષ જાતિ સ્ત્રી જાતિનો સ્પર્શ પણ ન કરે. જેથી વિકારવાસના જન્મે નહીં. આમ દ્રવ્યચારિત્ર પાળવા દ્વારા ઉપરોક્ત મોહદશાને જીતીને ઉત્તમ પ્રકારની સામ્યતા જીવનમાં પ્રગટાવે છે અને દિન-પ્રતિદિન તેની વૃદ્ધિ કરે છે. જેનાથી અનુત્તરવાસી દેવોના સુખને પણ તે ઓળંગી જાય છે અર્થાત્ અનુત્તરના સુખ કરતાં પણ સમતાગુણનું સુખ અધિક છે. આવો આ જીવને અનુભવ થાય છે. તે સુખનો સાક્ષાત્કાર થાય છે. II૮-૯-૧૦-૧૧|| एतेषु येन केनापि, कृष्णसर्पेण देहिनः । दष्टस्य नश्यति क्षिप्रं, विवेकवरजीवितम् ॥१२॥ ગાથાર્થ – ઉપર બતાવેલા મોહના જુદા જુદા પ્રકારો રૂપી કાળા સર્પોમાંથી કોઈ પણ એક કાળા નાગ વડે કરડાયેલા જીવનું ઉત્તમ વિવેકદશાના સ્વરૂપવાળું પવિત્ર જીવન તુરત જ નાશ પામે છે. ।।૧૨। વિવેચન ઉપર કહેલા રાગ-દ્વેષ-ક્રોધાદિ ચાર કષાયો અને હાસ્યાદિ નવ નોકષાયો કાળા નાગતુલ્ય છે. જેમ કાળો નાગ (કાળો સર્પ) કરડે તો માણસ તુરત જ મૃત્યુ પામે છે. તેમ આ કષાયોને પરવશ થયેલો જીવ પણ અનેક ભવોના જન્મ-મરણને પ્રાપ્ત કરે છે. માટે આ કષાયો કાળા ઝેરી નાગ તુલ્ય છે. - આ કષાયો રૂપી કાળા નાગથી ડંખાયેલા જીવો સારાસારના વિવેકને ચૂકી જાય છે. ન કરવાનાં પાપકાર્યો કરે છે અને તારક એવા
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy