________________
યોગસાર તૃતીય પ્રસ્તાવ
૧૮૧ ગાથાર્થ - “સમતાયોગમાં એકાકાર બનેલા યોગી મહાત્માને જે સુખ છે. તે સુખ સામાનિક દેવને, ઇન્દ્રને કે ચક્રવર્તી રાજાને પણ સંભવતું નથી. //ના”
વિવેચન – પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત કરવામાં અથાગ પ્રયત્ન કરવો પડે છે. ઘણાની લાચારી ભોગવવી પડે છે. દાસની જેમ રહેવું પડે છે નોકરી કરવી પડે છે, ઘણાંને ભાઇ-સાબ-બાપા કરવા પડે છે. આ રીતે પ્રથમ તો વિષયો મેળવવામાં ઘણું દુ:ખ છે. તથા પ્રાપ્ત થયેલા તે વિષયોને સાચવવામાં પણ ઘણી જ મહેનત ઉઠાવવી પડે છે. છતાં તેનો જયારે વિયોગ થાય છે, ત્યારે અપાર દુ:ખનો જ અનુભવ થાય છે. આ રીતે પાંચે ઇન્દ્રિયોના પાંચ વિષયો પ્રાપ્ત કરવામાં અને પ્રાપ્ત થયા પછી તેને સાચવવામાં અને કાળાન્તરે થતા વિયોગમાં એમ ત્રણે કાળે દુ:ખ જ આપનારા છે.
જે જે જીવો તે વિષયસુખમાં સુખબુદ્ધિ કરે છે, તેનું ફળ વિષ કરતાં પણ ભયંકર છે. વિષ જે ભવમાં લેવામાં આવે તે એક જ ભવમાં મૃત્યુ કરાવે છે. જ્યારે વિષયો તો આસક્તિના જોરે ભવોભવમાં મૃત્યુ કરાવે છે. આ કારણે જ વિવેકી આત્માઓ વિષયસુખોનો ત્યાગ કરીને આત્માના ગુણોના સુખમાં જ લયલીન રહે છે અને તે માટે જ સંસારનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરીને પરમાત્માએ બતાવેલા જીવાદિ નવે તત્ત્વોનું જ ચિંતન-મનન કરે છે. તેમાં જ જીવન લયલીન કરે છે.
પરમાત્માને ધ્યાનમાં મગ્ન બની આ આત્મા આત્મસમાધિમાં લીન થયો છતો પરમ આનંદનો અનુભવ કરે છે. સમતાના સાગરમાં ડૂબેલા તે આત્માને જે આત્મિક સુખનો અનુભવ થાય છે, તે સુખ ચક્રવર્તીને, વાસુદેવને, ઈન્દ્રને કે ઉપેન્દ્ર (સામાનિકદેવને) પણ હોતું નથી. કારણ કે આત્મિક ગુણોનો જે આનંદ છે તે સ્વાભાવિક છે. પરની અપેક્ષા વિનાનો , સ્વતંત્ર છે, જ્યારે પાંચ ઇન્દ્રિયોના વિષય