SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર પંચમ પ્રસ્તાવ किं न चेतयसे मूढ ! मृत्युकाले ऽप्युपस्थिते । विषयेषु मनो यत्ते, धावत्येव निरङ्कुशम् ॥२४॥ ૩૧૧ ગાથાર્થ – હે મૂઢ જીવ ! મૃત્યુકાલ અતિશય નજીક આવવા છતાં પણ તું કેમ કંઈ વિચાર કરતો નથી. કારણ કે જે તારૂં મન હજુ પણ વિષયો તરફ નિરંકુશપણે દોડે જ છે. ।।૨૪। વિવેચન - આટલું આટલું સમજાવવા છતાં પણ હે જીવ ! તું કેમ કંઈ સમજતો નથી. મૃત્યુકાલ હવે અતિશય નજીક આવ્યો છે, તો પણ તને વૈરાગ્ય કેમ થતો નથી અને વિષયો તરફ જ મન કેમ દોડે છે ? આ પાપમય ઇન્દ્રિયોના વિષયો તો ભવોભવમાં અનંતીવાર મળ્યા છે અને ભોગવ્યા છે અને ત્યાં ને ત્યાં છોડીને જ તું આવ્યો છે, તો હવે તો કંઈખ વિચાર કર ! આ બાજી ફરી ફરી મળવી અતિશય મુશ્કેલ છે. નરભવ-જૈનશાસન-ઉત્તમ ઘર-ઉત્તમ સંસ્કારો મળ્યા છતાં, જો તું વૈરાગ્યવાન ન થાય અને મોહાંધ જ રહે તો આવા શ્રેષ્ઠ વૈરાગ્યની આશા બીજે ક્યાં રાખવાની રહે ! વીજળીના ચમકારા જેવું આ જીવન છે. વિષયભોગો અસાર અને ક્ષણિક છે. માટે હે જીવ ! તું હજુ પણ જલ્દી સમજી જા અને વિષયભોગોની વાંછાઓ ત્યજી દે અને ઉત્તમ ગુણોનું આલંબન લઈને આત્મસાધનામાં જોડાઈ જા, ॥૨૪॥ जीविते गतशेषेऽपि, विषयेच्छां वियोज्यते । चेत् तपः प्रगुणं चेतस्ततः किञ्चिद् न हारितम् ॥२५॥ ગાથાર્થ - (પરંતુ) હે જીવ ! તારૂં આયુષ્ય લગભગ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં પણ જો તારૂં મન વિષયોની ઇચ્છાથી વિરામ પામ્યું
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy