________________
યોગસાર તૃતીય પ્રસ્તાવ
૨૦૧ તથા શણગાર કરેલા ઘોડાને તે શણગાર સંબંધી જરા પણ હર્ષ થતો નથી, તેમ સાધુનું માન-સન્માન ઘણું થાય તો પણ તે સાધુને તે માનસન્માનદેખીને હર્ષથતો નથી. પરંતુ સુખ અને દુઃખ એમ બંને પરિસ્થિતિમાં પૂર્વે કરેલા પુણ્ય અને પાપનું ફળ જ છે. આમ સમજીને તે બન્ને ભાવોમાં સાધુ મહાત્મા લપાતા નથી. બન્ને ભાવોથી દૂર રહે છે. પુણ્યોદય જોઈને હરખાતા નથી તથા પાપોદય જોઈને દુભાતા નથી કે શોક કરતા નથી.
પરંતુ પ્રાપ્ત થયેલું સુખ કે દુઃખ આમ આ બન્ને ભાવો પૂર્વકૃત કર્મના જ વિપાકો છે. તેમાંનું કોઈપણ સ્વરૂપ આત્માનું નથી. એમ જાણીને સાધુ મહાત્મા સમતાભાવમાં જ વર્તે છે.
માન અને અપમાન બન્નેને પણ સમાન ગણે છે. વંદક અને નિંદક એમ બન્નેને તુલ્યપણે જ ગણે છે. કનક અને પત્થરને સમાનરૂપે જ જાણે છે. કારણ કે પરદ્રવ્ય છે. જગતના સર્વ જીવોને પોતાના તુલ્ય અનંતગુણોના સ્વામી સમજે છે. તેથી કોઈપણ જીવ ઉપર આ આત્મા રાગ-દ્વેષ કરતો નથી.
પરંતુ સર્વ જીવો પ્રત્યે સમાનભાવ રાખીને પોતાના આત્માને સમભાવમાં જ રાખે છે. વિકારો કે કષાયો થવા દેતા નથી. /૨ ૧|| सूर्यो जनस्य तापाय, सोमः शीताय खिद्यते । तद्योगी सूर्यसोमाभः, सहजानन्दतां भजेत् ॥२२॥
ગાથાર્થ – સૂર્ય માણસોને તાપ આપવા દ્વારા ઉપકાર કરે છે અને ચંદ્રમા શીતળતા આપવા દ્વારા ઉપકાર કરે છે. આમ આ બન્ને પદાર્થો પોતપોતાના સહજ સ્વભાવથી જ તાપ અને શીતળતા આપવા દ્વારા ઉપકાર કરે છે. તેમ સૂર્ય અને ચંદ્ર એમ બન્નેની ઉપમાવાળા મુનિ મહારાજા (યોગી પુરુષો પોતાના સ્વાભાવિક આનંદને અનુભવે છે. //રરા