________________
૨૦૨ તૃતીય પ્રસ્તાવ
યોગસાર વિવેચન - સૂર્ય પોતે જગતના જીવોને તાપ આપે છે. તાપ આપવા દ્વારા રોગો દૂર કરે છે, ઠંડી દૂર કરે છે. આરોગ્ય સારું રાખે અને સૌને સૌના કામકાજમાં યથાયોગ્ય પ્રેરણા કરે છે તથા પ્રકાશ આપે છે. આ રીતે પોતાના સહજ સ્વભાવથી ઉપકાર કરે છે તથા ચંદ્રમાં શીતળતા આપે છે. લોકોને આરામ અને શાંતિ આપે છે. આમ આ સૂર્ય અને ચંદ્ર બન્ને જગતના જીવોને સહજભાવે ઉપકાર કરતા છતા ફરે છે. આ બન્નેનો સ્વભાવ જ એવો છે કે લોકોનો ઉપકાર કરવો.
તેવી જ રીતે મુનિ મહાત્મા પણ સૂર્ય-ચંદ્રની જેમ લોકોને સાચો હિતાહિતનો માર્ગ બતાવવા દ્વારા ઉપકાર કરીને પોતાના સ્વાભાવિક આનંદની મસ્તીમાં જ વર્તે છે. પોતે લોકોનો ઉપકાર કરતા હોવા છતાં તેના કર્તુત્વનું અભિમાન કર્યા વિના જ પોતાના સ્વાભાવિક આનંદની લહેરોમાં જ જીવે છે.
જેમ સૂર્ય લોકોને પ્રકાશ આપે છે, તેમ મુનિ મહારાજ લોકોને યથાર્થ જ્ઞાન આપવા દ્વારા લોકોનો ઉપકાર કરે છે. સાચો માર્ગ બતાવી મોહની નિદ્રામાંથી ઉઠાડે છે, પોતપોતાના કાર્યમાં જેમ સૂર્ય લોકોને પ્રેરે છે, તેમ સાધુ ભગવંત જગતના જીવોને આત્માના હિતકારી કાર્યમાં જોડાવાની પ્રેરણા કરે છે. મુનિ મહારાજ સાચું જ્ઞાન આપે છે. તેના દ્વારા લોકો વિવેકી બન્યા છતા અશુભ કર્મોને છેદનારા બને છે.
તથા ચંદ્રમા જેમ શાંત અને શીતળતાવાળી ચાંદણી પાથરવા વડે લોકોને આનંદિત કરે છે, તે રીતે મુનિ મહારાજ પણ સર્વે વ્યક્તિઓના વિષય-કષાયના સંતાપને દૂર કરીને શીતળતા પાથરીને સમતાભાવ રૂપી અમૃતનું પાન કરાવે છે. મુનિના મુખરૂપી ચંદ્રમાનું દર્શન પણ લોકોમાં સમતારસ પ્રગટ કરે છે. આ રીતે સૂર્ય અને ચંદ્રમા તેના પોતાના સ્વભાવના કારણે જ કોઈની પણ પ્રેરણા વિના જગતના જીવોનો