________________
યોગસાર તૃતીય પ્રસ્તાવ
૨૦૩ ઉપકાર કરે છે, તેમ આ મુનિ મહારાજ પણ નિઃસ્વાર્થભાવે જગતના જીવોનું કલ્યાણ કરતા કરતા ભૂમિતલ ઉપર વિચરે છે.
મુનિ ભગવંતોને સંસારી જીવો પાસેથી કોઈ પણ વસ્તુની અભિલાષા નથી. તો પણ પરોપકાર કરવાના જ શુભ આશયથી જ્ઞાનપ્રદાન કરે છે. જેમ સૂર્ય-ચંદ્ર જગત સ્વભાવે જ અનુક્રમે પ્રકાશ અને શીતળતા વરસાવે છે, તેમ મુનિભગવંતો પણ સ્વાભાવિકપણે જ જગતના જીવોને સાચો તરવાનો માર્ગ બતાવતા છતા પરોપકાર કરે છે. //રરા
यथा गुडादिदानेन, यत्किञ्चित्त्याज्यते शिशुः । चलं चित्तं शुभध्यानेनाशुभं त्याज्यते तथा ॥२३॥
ગાથાર્થ - જેમ ગોળ-સાકર વિગેરે વસ્તુ આપીને બાળક પાસેથી જે કોઈ વસ્તુ હોય તે છીનવી શકાય છે, તેમ ચંચળ એવા આ ચિત્તને શુભધ્યાનના આલંબન વડે અશુભધ્યાનમાંથી છોડાવી શકાય છે. // ૨૩ી
વિવેચન - યોગી મહાત્માનું ચિત્ત પણ ક્યારેક તીવ્ર મહોદય થાય, ત્યારે ચંચળ બની જાય છે. વિષયરસમાં ડૂબી જાય છે. તેથી તે મનને કબજે કરવા માટે એક ઉદાહરણ આપીને ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે કે – જેમ નાના બાળકની પાસે કિંમતી હાર કે સોનાના દાગીના હોય તો તે દાગીના તેની પાસેથી આપણે લેવા હોય તો તે બાળકને ગોળસાકર અથવા નાનુ રમકડું આપીને સુખે સુખે તે દાગીના તેની પાસેથી લઈ શકાય છે. કારણ કે બાળકને ગોળ-સાકર કે નાનું રમકડું ગમતું હોય છે અને દાગીનાની કિંમત તે સમજ્યો નથી. તેવી જ રીતે મનરૂપી બાળકને પ્રેમપૂર્વક સમજાવીને પ્રભુના નામના સ્મરણમાં, પ્રભુના મૂર્તિના વંદન-નમનમાં, જિનાગમોના અભ્યાસમાં, નવ તત્ત્વોના ચિંતન