________________
૨૦૪
તૃતીય પ્રસ્તાવ
યોગસાર
મનનમાં જોડી શકાય છે. મૈત્રી આદિ ચાર ભાવનાઓ અને અનિત્યઅશરણ વિગેરે બાર ભાવનાઓ ભાવવા દ્વારા મનને અશુભ ચિંતનમાંથી રોકીને શુભચિંતનમાં જોડીને સમતા-સમાધિમાં અતિશય વિલીન કરવું હોય તો થઇ શકે છે અને આ કાર્ય અતિશય જરૂરી છે.
સારાંશ કે માત-પિતાદિ પોતાના બાળકને પીપરમેન્ટ-ચૉકલેટ કે નાનુ રમવાનું રમકડું આપીને તેના હાથમાં આવી ગયેલી કિંમતી વસ્તુ તેની પાસેથી સમજાવીને લઈ લે છે. તેવી જ રીતે યોગી પુરુષો શુભ ધ્યાનના આલંબન વડે મનની ચંચળતા દૂર કરીને તે જ મનને આત્માની સમાધિમાં સ્થિરતર બનાવે છે.
જ્યાં સુધી બાળકના હાથમાં આવી ગયેલો કિંમતી હાર તે બાળક પાછો આપતો નથી ત્યાં સુધી સાકર-પીપરમેન્ટ કે રમકડું આપીને તેની પાસેથી તે કિંમતી હાર લેવામાં જ ડહાપણ છે. જો એમ કરવામાં ન આવે તો બાળક બાલબુદ્ધિવાળો હોવાથી કિંમતી હાર ખોઈ નાખે અથવા ગમે તેને આપી દે અથવા તે હારની ખાતર કોઈક મનુષ્ય બાળકનું અપહરણ પણ કરે અથવા ખૂન પણ કરે. આવા માઠાં પરિણામો પણ આવે તેવી જ રીતે મૈત્રી આદિ ચાર ભાવનાઓ, અનિત્યાદિ બાર ભાવનાઓ, અરિહંતાદિ નવ પદોનું ધ્યાન, તત્ત્વચિંતન વિગેરે ઉપાયો અપનાવવા દ્વારા મનને અશુભભાવોમાંથી દૂર કરીને શુભભાવોમાં અવશ્ય જોડવું જોઈએ. ।।૨૩।।
सर्वभूताविनाभूतं स्वं पश्यन् सर्वदा मुनिः । मैत्र्याद्यमृतसंपन्नः, क्व क्लेशांशमपि स्पृशेत् ॥२४॥
ગાથાર્થ - જે મહાત્મા મુનિ સર્વકાળે પોતાના આત્માને સર્વ જીવોની સાથે અભિન્ન (સમાન) દેખે છે અને મૈત્રી આદિ બાવનાઓ રૂપી અમૃતથી યુક્ત થઈને તેમાં જ રચ્યા પચ્યા રહે છે. તેવા મુનિને