________________
૨૦૦ તૃતીય પ્રસ્તાવ
યોગસાર તારો પોતાનો આત્મા તને આધીન છે. તેને જ કષાયરહિત કરવાનો અને ગુણોથી યુક્ત કરવાનો પ્રયત્ન કર. હે જીવ ! કંઈક સાચું તત્ત્વ સમજ. જે સ્વાધીન હોય તે જ કરાય. જે પરાધીન હોય તે ન કરાય. જે પરાધીન હોય તે કરવા જઈએ અને ધારો કે તેમાં સફળ થઈએ તો અભિમાન અને અહંકારના દોષોથી ઘેરાઈ જવાય અને જો નિષ્ફળ જઈએ તો રોષ-ગુસ્સો અને તિરસ્કારના દોષોથી દૂષિત થઈએ. માટે હે જીવ ! તું પોતે જ કંઈક સમજ અને વિચાર કરો કે જે સ્વાધીન હોય તે કરાય ? કે જે પરાધીન હોય તે કરાય ? માટે પોતાની જાતને સુધારવાનો જ પ્રયત્ન વધારે કર. l/૨૦ની वृक्षस्य च्छेद्यमानस्य, भूष्यमाणस्य वाजिनः । यथा न रोषस्तोषश्च, भवेद् योगी समस्तथा ॥२१॥
ગાથાર્થ - જેમ છેદાતા વૃક્ષને રોષ થતો નથી અને શણગારાતા ઘોડાને હર્ષ થતો નથી, તેવી રીતે યોગી પુરુષોને અનુકૂળતા કે પ્રતિકૂળતા આ બન્ને અવસ્થા સમાન છે. (એકેયમાં હર્ષ-શોક થતા નથી.) I/૨૧/
વિવેચન – “સમભાવ” એ જ જીવનમાં પ્રાપ્ત કરવા લાયક તત્ત્વ છે. આપણા પોતાના આત્માને સમભાવની દશાથી વાસિત કરવો જોઈએ. સુખના સંજોગોમાં અહંકારી અને મમતાવાળો ન બની જાય અને દુઃખના સંજોગોમાં દીન અને શોકાતુર બની જાય તે માટે તેના હર્ષ-શોકના ત્યાગના ઉપાયો જણાવે છે.
જેમ વૃક્ષનો ઉચ્છેદ કરવામાં આવે તો પણ વૃક્ષ પોતે તેનો ઉચ્છેદ કરનારા ઉપર ક્યારેય ગુસ્સે થતું નથી, ઉચ્છેદ પામતું વૃક્ષ ઉચ્છેદક ઉપર અલ્પ પણ ગુસ્સો કરતું નથી. તેની જેમ ઉપસર્ગ અને પરિષહ કરનારા પુરુષ ઉપર સાધુ-સંત પુરુષો ક્યારેય પણ ગુસ્સો કરતા નથી.