________________
યોગસાર
૨૭૬
પંચમ પ્રસ્તાવ જીવોને પોતાનું જીવન અતિશય વહાલું છે. તેથી કોઈનું પણ જીવન કેમ છીનવી લેવાય ? માટે જયણા પાળવી અતિશય આવશ્યક છે.
જયણા પાળવી એટલે કે બીજા કોઈ પણ નાના-મોટા જીવને પીડા ન કરવી, દુઃખ ન આપવું. આપણાથી કોઈ પણ જીવ ન દુઃભાય તેવી રીતે વર્તવું. તેવી રીતે પ્રવૃત્તિ કરવી. મનની કાળજીપૂર્વક ભૂમિને જોઈ-પૂજીને પ્રવૃત્તિ કરવી. આવા પ્રકારના કરૂણાયુક્ત પરિણામોથી અને કોઈ પણ જીવને દુઃખ ન આપવાથી આપણામાં ચારિત્રગુણ ઉત્તરોત્તર પુષ્ટિ અને વૃદ્ધિ પામે છે.
આ પાંચમા પ્રસ્તાવમાં આત્માના પરિણામની શુદ્ધિ કેમ રહે અને તેમાં વધારો કેમ થાય ? આ વિષયનું વર્ણન કરેલું છે. ભાવનાની શુદ્ધિના ઉપાયોનું વર્ણન આ પાંચમા પ્રસ્તાવમાં કરેલું છે. ઉપયોગની શુદ્ધિ પ્રથમ વર્ણવેલી છે. કારણ કે સર્વ પણ ધર્મકાર્યમાં ઉપયોગ જાળવવો એ સૌથી પ્રધાન તત્ત્વ છે.
ઉપયોગપૂર્વક કરાયેલી ધર્મકરણી જીવને આત્મિક વિકાસનું મહાનું કારણ બને છે. ધર્મના રહસ્યને જાણનારો આત્મા ઉપયોગીપૂર્વક પ્રવૃત્તિ કરે તો હિંસા આદિ દોષો ન લાગે. જયણાપૂર્વક કરાતી ધર્મપ્રવૃત્તિથી કોઈ પણ નાના-મોટા જીવને પીડા ન થાય, પરંતુ સર્વે પણ જીવોનું હિત થાય. તે માટે બીજા જીવોના પણ ભલાના-હિતના જ આ જીવ વિચારો કરે. તેનું જ વધારે ચિંતન-મનન કરે. વચનો પણ એવા જ બોલે કે જેનાથી બીજાનું ભલું થાય તથા કાયાથી પણ પરોપકાર-પરસેવા આદિ શ્રેષ્ઠ કાર્યો જ કરે, જે કાર્યો કરવાથી સ્વનું અને પરનું એમ બન્નેનું કલ્યાણ થાય. //ના/ इष्टानिष्टेषु भावेषु, सदा व्यग्रं मनो मुनिः । सम्यग् निश्चयतत्त्वज्ञः, स्थिरीकुर्वीत सात्त्विकः ॥२॥