________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૭૧ “
સ ર્જનશાનવરિત્રાળ મોક્ષHTS:” પરમપૂજય ઉપાધ્યાયશ્રી ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રના પહેલા જ સૂત્રમાં આ વાત જણાવી છે. તે ત્રણે ગુણોમાં ચારિત્ર ગુણ અંતે જ પ્રાપ્ત થતો હોવાથી સર્વશ્રેષ્ઠ ગુણ છે. તે ત્રણે ગુણો પ્રાપ્ત થાય તો જ મુક્તિ પ્રાપ્ત થાય છે. ચારિત્ર ગુણ ૧૮OOO શીલાંગરથના વિશુદ્ધ પાલનથી જ પ્રાપ્ત થાય છે અને દિનપ્રતિદિન તે ગુણની જીવનમાં વૃદ્ધિ થાય છે.
જૈન આગમ શાસ્ત્રોમાં ચારિત્રાના પાલનથી દિન-પ્રતિદિન આત્માની નિર્મળતા વધતી જતી હોવાથી તેમાં આનંદની માત્રા વધે છે. એમ કહ્યું છે. એક વર્ષનો ચારિત્રપર્યાય જયારે થાય છે, ત્યારે અનુત્તરવાસી દેવોને ભોગસુખોમાં જે આનંદ પ્રાપ્ત થાય છે, તેના કરતાં પણ અધિક આનંદ આ ચારિત્રગુણથી ચારિત્ર પાળનાર જીવને થાય છે. એટલે જ શાસ્ત્રોમાં કહેવાય છે કે બાર માસ ચારિત્ર પાળનાર જીવ અનુત્તરના સુખને ઓળંગી જાય છે.
તેથી મુમુક્ષુ આત્માઓએ પોતાના સંયમગુણની નિર્મળ દશા મેળવવા માટે પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ, જેટલું ચારિત્ર નિર્મળ તેટલી મુક્તિદશા વહેલી પ્રાપ્ત થાય છે. ચારિત્રની વિશુદ્ધિમાં સમતાગુણ ઘણો જ પ્રધાન છે. માટે પોતાના જીવનમાં “સમતાગુણ” વસાવવા આ જીવે અવશ્ય પ્રયત્નશીલ થવું જોઈએ. આ પ્રસ્તાવમાં સમતાગુણનો જ ગ્રંથકારે વધારે સુંદર ઉપદેશ આપ્યો છે. તેથી આ પ્રસ્તાવનું નામ પણ સામ્યોપદેશ સમતાગુણ પ્રાપ્ત કરવાના ઉપદેશાત્મક પ્રસ્તાવ આવું નામ રાખેલ છે. | સુખ અને દુઃખ એ આપણા જ પૂર્વે કરેલા કર્મોનું ફળ છે. આપણે પોતે જ પુણ્યકર્મ કર્યા હોય તો સુખ અને પાપકર્મ કર્યા હોય તો દુ:ખ આવે જ છે. તે સુખ અને દુઃખ પુણ્ય અને પાપજન્ય હોવાથી તે