________________
૨૭૦
ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર ભવિષ્યમાં તેમના આત્માને સુખી બનાવવા માટે હૃદયની કરૂણાપૂર્વક ઉપાલંભ આપવા સાથે ધર્મકાર્ય કરવાની પ્રેરણા આપે છે. ૪૦ના
तत्पुनर्मोक्षदो धर्मः, शीलांगवहनात्मकः । प्रतिश्रोतः प्लवात् साध्यः, सत्त्वसारैकमानसैः ॥४१॥
ગાથાર્થ જિનેશ્વર ભગવંતોએ જણાવેલો દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધના સ્વરૂપ જે ધર્મ છે, તે જ ધર્મ મુક્તિ આપનારો છે. તેના ભેદ-પ્રભેદો શાસ્ત્રોમાં જણાવ્યા છે. તેમાં ૧૮૦૦૦ અઢાર હજાર શીલાંગરથને વહન કરનારા ભેદો છે. તે ભેદ-પ્રભેદોનું આરાધન કરનારા, ઉત્કૃષ્ટ સત્ત્વગુણવાળા જીવો રત્નત્રયીનું આરાધન કરીને સામે પ્રવાહે ચાલતા છતા વેગપૂર્વક સાધ્યને સાધે છે. ૪૧૫
-
વિવેચન – સમ્યજ્ઞાન એ મુક્તિના માર્ગને સમજાવનારૂં-દેખાડનારૂં એક અપૂર્વતત્ત્વ છે અને સમ્યગ્દર્શન તે માર્ગની રૂચિ-પ્રીતિ કરાવનારૂં તત્ત્વ છે અને ચારિત્ર નામનો ગુણ તે માર્ગ પસાર કરવા સ્વરૂપ તત્ત્વ છે. આમ આ રત્નત્રયી અવશ્ય મુક્તિ આપનાર છે. તેમાં પણ ચારિત્ર એ શ્રેષ્ઠ ગુણ છે. જે ૧૮૦૦૦ શીયળના રથને વહન કરનારાં અંગો છે. તેનાથી ચારિત્રધર્મ વહન થાય છે.
તે ૧૮૦૦૦ શીલાંગરથ પાળવા પૂર્વકનું સંયમ કર્મક્ષયનું અર્થાત્ મુક્તિનું અસાધારણ કારણ શાસ્ત્રકારોએ કહેલ છે. સત્ત્વગુણના સંસ્કારથી સંસ્કારિત થયું છે મન જેનું એવો જ આત્મા આ ધર્મ આચરી શકે છે.
આ ચારિત્ર ધર્મનું આચરણ કરવું તે નદીના સામે પ્રવાહે ચાલવા તુલ્ય છે. એટલે જ જૈન શાસ્ત્રોમાં તલવારની ધાર ઉપર ચાલવા જેવું કહેલું છે. ચારિત્ર ધર્મનું સેવન અતિશય દુષ્કર છે. અતિશય નિર્મળ સંયમગુણ સત્ત્વગુણ હોય તો જ પાળી શકાય છે માટે સત્ત્વશાળી બનવા પ્રયત્ન કરવો.