________________
૩૪
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર અંશે અનુભવ કરી શકે છે. પરંતુ તે ઝાઝો સમય ટકતો નથી. ફરી પાછો મલીન અવસ્થાવાળો બને છે. ઉપશમભાવ અને ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલી સમાધિમાં (સામ્યતાગુણમાં) રહેલો આ યોગી આત્મા પરમાત્મદશા સાથે એકતા સાધી શકે છે. પોતાની પરમાત્મદશા કંઈક અંશે પ્રગટ કરી શકે છે. પણ તે અંતર્મુહૂર્ત માત્ર ટકે છે. પછી અવશ્ય કષાયોના ઉદયને કારણે પતન થાય છે. ક્ષયોપશમભાવમાં તો કષાયોનો મંદ ઉદય ચાલુ જ હોય છે. તેથી ઉપશમ અને ક્ષયોપશમભાવવાળી આ સામ્યતા લાંબો સમય ટકતી નથી. આત્માને અનંતકાળ સુધી સામ્યતાનું સુખ પ્રાપ્ત થાય તેવી નથી, પરંતુ ક્ષાયિકભાવની (અર્થાત્ મોહનીયકર્મનો સર્વથા ક્ષય થવાથી) જે સામ્યતા આ આત્મામાં પ્રગટે છે. તે સામ્યતા સદા રહેનારી અને અનંત આનંદ આપનારી બને છે. તેથી ક્ષાયિકભાવની સામ્યતાને છોડીને ઉપશમ અથવા ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલી સામ્યતા ઘડીભર પરમાત્મા સાથે એકાકારતા કરાવીને ચાલી જાય છે. તથા આ સામ્યતા જ્યારે ચાલી જાય છે, ત્યારે ઉપશાન્ત થયેલા કષાયો પ્રબળ રૂપે બનીને જોરશોરથી આ આત્મા ઉપર આક્રમણ કરે છે, ત્યારે મલીનભાવવાળો બનેલો આ સાધક આત્મા પરમાત્મદશાના ધ્યાનથી ચલિત થાય છે અને પોતાના જ આત્મામાં રહેલી પરમાત્મદશાને ભૂલી જાય છે. પોતાનામાં જ સત્તાગત રહેલી પરમાત્મદશાને ભૂલીને દેહાત્મદશાને (બહિરાત્મદશાને) પામે છે. દેહના મોહમાં ગરકાવ થઈ જાય છે. મોહનીયકર્મના ઉપશમભાવ અને ક્ષયોપશમભાવથી શ્રુત થઈને ઔદયિકભાવમાં ગરકાવ બની જાય છે.
ચાર કષાયો અને મિથ્યાત્વમોહાદિ ત્રણ દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ સાત ગુણસ્થાનક સુધી હોય છે. ત્યારબાદ મોહનીયકર્મનો ઉપશમ અથવા ક્ષયમાત્ર કરવાથી જ આઠમા આદિ ગુણસ્થાનકો