________________
૩૫
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ ઉપર આરોહણ થાય છે. ઉપશમશ્રેણીમાં ચડનારો આત્મા આઠમા ગુણઠાણે પ્રથમ હાસ્યાદિ ષકનો ઉપશમ કરે છે. ત્યારબાદ નવમે ગુણઠાણે જઈને ત્રણ વેદ અને સંજવલન ત્રણ કષાયનો ઉપશમ કરે છે તથા બાદર સંજવલન લોભનો પણ ઉપશમ કરે છે. પછી દશમે ગુણઠાણે જઈને સૂક્ષ્મ લોભનો પણ ઉપશમ કરીને અગિયારમા ગુણઠાણે ચડે છે. ત્યાં અંતર્મુહૂર્ત માત્ર પ્રગટ થયેલી વીતરાગાવસ્થાનો સાક્ષાત અનુભવ કરે છે, પરંતુ ત્યારબાદ તુરત જ તે કષાયો ઉદયમાં આવવાના કારણે આ આત્માનું ત્યાંથી પતન થાય છે. ' ઉપશાન્ત અવસ્થાવાળું આ અગિયારમું ગુણસ્થાનક જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર જ રહે છે. ત્યારબાદ સત્તામાં રહેલા કષાયો ઉદયમાં શરૂ થઈ જ જાય છે અને ઉપશાન્તમોહ ગુણઠાણાથી આ જીવનું પતન શરૂ થાય છે. તે પતન બે પ્રકારે થઈ શકે છે. ભવક્ષયથી અને અદ્ધાક્ષયથી.
(૧) ભવક્ષયથી :- આ વર્તમાન ભવનું મનુષ્યાયુષ્ય સમાપ્ત થઈ જવાથી મૃત્યુ થવાના કારણે અગિયારમું ગુણસ્થાનક વમી દેવું પડે અને મૃત્યુ પામ્યા બાદ અનુત્તર વિમાનમાં જ જાય અને કેટલાક આચાર્યોના મતે વૈમાનિકદેવમાં જાય. ત્યાં નિયમા ચોથુ જ ગુણસ્થાનક જ હોય. આ રીતે અગિયારમાંથી સીધો ચોથે આવે આવું પતન તે ભવક્ષયે પતન કહેવાય છે.
(૨) અદ્ધાક્ષયથી :- અગિયારમા ગુણસ્થાનકનો કાળ સમાપ્ત થવાથી ત્યાંથી ઉતરી જવું પડે તે અદ્ધાક્ષય કહેવાય છે. આ આત્મા જે ક્રમે ચડ્યો હતો તે ક્રમે જ પડે છે. છટ્ટા-સાતમાં ગુણસ્થાનક સુધી તો નિયમા પડે જ છે. ત્યારબાદ કોઈ જીવ તે છટ્ટે-સાતમે ગુણઠાણે અટકી જાય છે અને કોઈ કોઈ જીવ પાંચમે-ચોથે જઈને ત્રીજે-બીજે