________________
૮૮ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર કરવી જોઈએ. કારણ કે પોતાના આત્માને વીતરાગ બનાવવો છે, તો જે ગામ જવું નહીં, તે ગામનું નામ લેવું નહીં. આવી કહેવતના અનુસાર સંસારી દેવોની ઉપાસના આ જીવને સાચા સુખને આપનારી નથી.
આવા તત્ત્વનો ઉંડો વિચાર કરીને સાચા માર્ગે રહેવાનો આગ્રહ રાખવો જરૂરી છે. //૪૧ી वीतरागं ततो ध्यायन्, वीतरागो भवेद् भूवि । इलिका भ्रमरी भीता, ध्यायन्ती भ्रमरी यथा ॥४२॥
ગાથાર્થ - જેમ ભયભીત થયેલી ઇયળ ભ્રમરીનું ધ્યાન કરતી છતી ભ્રમરી બની જાય છે, તેવી જ રીતે આ પૃથ્વી ઉપર વીતરાગ પરમાત્માનું ધ્યાન કરતો અને રાગાદિ દોષોથી ભયભીત થયેલો આત્મા પણ કાલાન્તરે અવશ્ય વીતરાગ થાય જ છે. ll૪રા
વિવેચન - જેમ ઇયળને ભ્રમરી ચટકો ભરે તેનાથી ભયભીત થયેલી ઇયળ ભમરીનું ધ્યાન કરતી છતી તે ઇયળ મૃત્યુ પામીને ભમરી રૂપે ઉત્પન્ન થઈને ભમરી બની જાય છે, તેની જેમ આપણો સંસારી આત્મા પણ વીતરાગ પ્રભુનું ધ્યાન કરતો છતો તેમાં એકાગ્ર બનવાથી રાગાદિ દોષોથી ભયભીત બન્યો છતો તેઓની સાથેની તન્મયતાના કારણે તે સંસારી આત્મા પણ વીતરાગ દશાવાળો બની જાય છે.
સાચા હૃદયથી જે આત્મા વીતરાગ ભગવાનની ઉપાસના કરે છે, તે આત્મા વીતરાગ પ્રભુના ધ્યાનના પ્રભાવે સ્વયં પોતે પણ વીતરાગતાને પામે છે. જેમ કે સુલતા-રેવતી શ્રાવિકા અને શ્રેણિક રાજા તથા ઉદયન વિગેરે શ્રાવકો પરમાત્માશ્રી મહાવીર પ્રભુના ધ્યાનથી તેઓ પણ તીર્થકર પદવાળા બન્યા. આનંદધનજી મહારાજાશ્રીએ કહ્યું છે કે –