SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ પંચમ પ્રસ્તાવ યોગસાર પ્રાથમિક અભ્યાસી જીવોનું મન આકુળ-વ્યાકુળ વધારે થાય છે. ઇષ્ટ વસ્તુઓ પ્રત્યેનો રાગ અને અનિષ્ટ વસ્તુઓ પ્રત્યેનો દ્વેષ ઉત્પન્ન થવાથી આ મન તેના જ સંકલ્પ અને વિકલ્પોમાં વ્યગ્ર બની જાય છે. અનાદિકાળના આ સંસ્કાર હોવાથી કૂતરાની પૂંછડી જેમ વાંકી જ રહે છે, તેમ આ મન મોહમય સંસ્કારોના વિચારોમાં ડૂબી જાય છે. તેને આ જીવ બુદ્ધિપૂર્વકના પ્રયત્નથી ત્યાંથી ખસેડીને શુભધ્યાનમાં અને ઉત્તમ આલંબનોમાં આ મનને અતિશય સ્થિર કરે છે (સ્થિર કરવા પ્રયત્ન કરે છે). જેથી અશુભ ભાવોમાં આ મન ન જાય. વીતરાગ પરમાત્મા અને વૈરાગી ગુરુજી ઇત્યાદિ શુભ આલંબનોનું સતત સ્મરણ-મનન કરીને તેમના જ ઉપકારોનું ચિંતન-મનન કરીને તેમના જ નામોનું અને ગુણોનું સ્મરણ કરવામાં મનને આ જીવ જોડી, દે છે તથા પ્રભુજીની પ્રતિમાનાં દર્શન કરીને તેમના ગુણોનું સ્મરણ અને ઉપકારોનું સ્મરણ કરીને મનને તેમાં બરાબર ગોઠવીને મનની ચંચળતા દૂર કરે છે. તથા જેમ જેમ આ અભ્યાસ પડતો જાય છે, તેમ તેમ જીવ-અજીવ આદિ નવતત્ત્વો-કર્મગ્રંથો ઇત્યાદિ શાસ્ત્રોના અભ્યાસમાં આ જીવ મનને જોડે છે. એટલે તેનાથી મન વિષય-કષાયોની વાસનામાં જતું રોકાય છે. આ રીતે મનને જીતવાનો આ જીવ ઉપાયપૂર્વક પ્રયત્ન કરે છે. //// अशुभं वा शुभं वापि, स्वस्वकर्मफलोदयम् । भुञ्जानानां, हि जीवानां, हर्ता कर्ता न कश्चन ॥३॥ ગાથાર્થ – સર્વે પણ જીવો પોતપોતાના કરેલા શુભ અથવા અશુભ કર્મોના ફળને ભોગવનારા છે. ફળને ભોગવતા એવા તે જીવોને કર્મના ફળથી બચાવનાર કે તેવા કર્મોનો કરનાર અન્ય બીજો કોઈ જ નથી. ફl
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy