________________
૨૬૨ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર વિવેચન - આ સંસારમાં પણ સત્ત્વશાળી જીવો જ પોતાના પરાક્રમથી શત્રુની સેનાને જીતે છે. જે સત્ત્વશાળી શૂરવીર સેનાપતિ હોય છે, તે જ શત્રુની સમગ્ર સેનાનો કચ્ચરઘાણ વાળી નાખે છે. એટલે કે શત્રુસેના પોતાના સત્ત્વગુણથી જ જીતાય છે.
બાકી સત્ત્વ વિનાના કાયર લોકો તો શત્રુસેનાને જોઈને જ રણમેદાનમાંથી નાસી છૂટે છે. શત્રુસેના દેખીને એવા દોડે છે કે ચારે બાજુ ધૂળ જ ઉડે છે. જેમ ઘોડો દોડે ત્યારે ધૂળ ઉડે તેમ શત્રુસૈન્યને જોઈને જ એટલા બધા જોરથી સત્ત્વહીન જીવો ભાગે છે કે તે ભાગેલા જીવો ક્યાં ગયા ! તે બીજા કોઈને પણ દેખાતા નથી. આમ કાયર પુરુષો સત્વહીન હોવાના કારણે ભાગાભાગ કરનારા હોય છે.
જ્યારે જ્યારે સંયમાદિ માર્ગમાં સાધના કરતાં કરતાં ઉપસર્ગપરીષહો આવે, ત્યારે કાયર માણસો ભાગાભાગ કરીને નાસી જાય છે અને સત્ત્વશાળી જીવો તે ઉપસર્ગ અને પરિષહોની સામે ઉભા રહીને ટક્કર ઝીલે છે અને ઉપસર્ગ-પરીષહોને જીતીને આત્મકલ્યાણ સાધે છે. માટે કાયર ન બનવું. પણ સત્ત્વશાળી બનવું. [૩પી. लोकोत्तरान्तरङ्गस्य मोहसैन्यस्य तं विना । सन्मुखं नापरैः स्थातुं, शक्यते नात्र कौतुकम् ॥३६॥
ગાથાર્થ - લોકોત્તર (અલૌકિક) અને અંતરંગ એવા મોહરાજાની સેનાની સામે સત્ત્વગુણ વિના અન્ય કોઈનાથી ઉભા પણ રહી શકાતું નથી. આ બાબતમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું (કૌતુક કરવા જેવું) (શંકા કરવા જેવું) કંઈ જ નથી. ૩૬l. - વિવેચન - રાજાઓની પરસ્પર જેલડાઈ થાય તે લૌકિક યુદ્ધ કહેવાય છે અને આ આત્માનું વિષય-કષાયોની સાથે જે યુદ્ધ થાય તે અલૌકિક