________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૬૧ શકતું નથી. ગુણો એ જ આત્માનું સાચું ધન છે. બીજા ભવમાં પણ સાથે આવનાર છે. પૌગલિક સુખ આવું સાથે આવનાર નથી. એક ભવમાં પણ કાયમ રહે તેવો નિયમ નથી. દશકા બદલાય તેમ સુખ બદલાઈને દુઃખરૂપ બની જાય છે. જેમ ધનપ્રાપ્તિ થતાં સુખ થાય છે, પણ ધનની હાનિ થતાં તે જ સુખ છીનવાઈ જાય છે. પુત્રાદિની પ્રાપ્તિ થતાં સુખ ઉપજે છે. તેની જ હાનિ થતાં-મૃત્યુ થતાં, તેટલું જ દુઃખ થાય છે. માટે ભોગોનું સુખ તે સાચું સુખ નથી પણ ગુણોનું સુખ એ જ સાચું સુખ છે.
ભોગસુખોમાં સુખબુદ્ધિ એ જ મોટી ભ્રમણા છે. ભોગસુખોમાં દુ:ખોની જ પરંપરા ચાલે છે. આ જ કારણથી વિવેકી પુરુષો રાજયસંપત્તિનો અને સાંસારિક ભોગસુખોનો ત્યાગ કરીને સંયમ માર્ગ સ્વીકારે છે અને નિર્મળ સંયમના પાલન વડે સિદ્ધિસુખને પણ પ્રાપ્ત કરે છે. સંસારનાં સુખો ક્ષણિક છે અનેક પ્રકારના દુ:ખોની ખાણ છે. આમ સમજીને જ મહાત્મા પુરુષો તેનો ત્યાગ કરે છે.
જો બાહ્ય ઇન્દ્રિયજન્ય ભોગસુખોથી મુક્તિ થાય છે. આમ માનવામાં આવે તો સર્વે પણ સંસારી જીવો ભોગસુખમાં જ આસક્ત હોવાથી સર્વે પણ સંસારી જીવોનો મોક્ષ થવો જોઈએ અને સંસાર આખો ખાલીખમ થવો જોઈએ. પરંતુ આવું કોઈ કાળે બન્યું નથી અને બનવાનું પણ નથી. માટે વિષયભોગોમાં સુખ નથી, પરંતુ તેના ત્યાગમાં જ એટલે કે આત્માના ગુણોના આનંદનું જ સાચું સુખ છે. [૩૪ો. लोकेऽपि सात्त्विकेनैव, जीयते परवाहिनी । उद्धूलिकोऽपि, नान्येषां दृश्यतेऽह्नाय नश्यताम् ॥३५॥
ગાથાર્થ - લોકમાં પણ સત્ત્વગુણ વડે (સત્ત્વશાળી જીવો દ્વારા) જ પરની (શત્રુની) સેના જીતાય છે અને કાયર પુરુષો તો ભયભીત થઈને ત્યાંથી એવા નાસી જાય છે કે જેનો પત્તો જ લાગતો નથી. //રૂપા