________________
૧૧૮ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર મૈત્રીભાવ રાખીને તથા સમતાભાવ રાખીને આવા પ્રકારના ઉપસર્ગ કરનારા ઉપર પણ પ્રેમ અને કરૂણાના ધોધની વૃષ્ટિ કરી અને તેમ કરવા દ્વારા તેઓ પરમપદને પામ્યા. જ્યારે અગ્નિશર્મા અને કમઠ સંસારમાં ડૂબી ગયા. માટે જેટલું બને તેટલું કષાયોનું દમન કરીને પણ પ્રશમભાવ પ્રાપ્ત કરવો. તેમાંજ આત્માનું હિત છે. I/૧૧l परं पतन्तं पश्यन्ति, न तु स्वं मोहमोहिताः । कुर्वन्तः परदोषाणां, ग्रहणं भवकारणम् ॥१२॥
ગાથાર્થ – મોહદશાથી મૂચ્છિત થયેલા જીવો પારકાના દોષોનું ગ્રહણ કરતા છતા બીજાને પડતો દેખે છે, પરંતુ પોતાનો જીવ પણ સંસારમાં પડી રહ્યો છે, તે દેખતા નથી. આવી અવળી દષ્ટિ જ ભવભ્રમણનું કારણ બને છે. [૧૨ા.
વિવેચન – મોહદશાથી અંધ બનેલા જીવો બીજાના દોષોનું જ માત્ર ગ્રહણ કરતા છતા પરના પતનને જ દેખે છે. બીજા જીવો કેવળ દોષો જ સેવે છે અને તેનાથી તેઓ સંસારમાં ડૂબે છે. આવા પ્રકારના મોહાંધ જીવો પરનું જ માત્ર પતન દેખે છે, પરંતુ હું પણ મોહમાં મસ્ત છું. મિથ્યામતિમાં અંધ બનેલો છું, હું પણ આવી દશામાં પડી રહ્યો છું તે આ જીવ જોતો નથી.
બીજા જીવો જે જે પાપ કરે છે, તે આ જીવને દેખાય છે અને તે પાપથી તે તે પાપ કરનારા જીવો નરકમાં જશે. પતનને પામશે. આમ પણ તેને દેખાય છે, પરંતુ આવું જ મિથ્યા આચરણ અને એકાન્ત માર્ગનો સ્વીકાર હું કરું છું. તેથી હું પણ પતન પામીશ, હું પણ નરકમાં જઈશ. આવું તે પોતાના વિષે દેખતો નથી. તેથી જ પોતાના માનેલા એકાન્ત મતાગ્રહમાં વધારે ને વધારે આગ્રહી બને છે અને દરેકની સાથે વૈમનસ્ય ઉભું કરે છે. તથા વધારે ક્લેશમાં ઉતરે છે.