________________
૧૧૭
11I/
યોગસાર
દ્વિતીય પ્રસ્તાવ ગાથાર્થ - જેમ વાસણો પરસ્પર અફળાયાં છતાં વિનાશને પામે છે, તેમ માત્સર્યભાવવાળા લોકો પણ પરસ્પર એકબીજાના દોષો જ ગ્રહણ કરતા છતા વિનાશ પામે છે. [૧૧].
વિવેચન - મોહાંધતાના કારણે મત્સરભાવવાળા ઇર્ષાળુ જીવો બીજામાં દોષને જ દેખે છે. રાઈ જેવડો નાનો દોષ ઇર્ષાળુ સ્વભાવના કારણે પહાડ જેવડો બનાવે છે અને સર્વત્ર ગાય છે. નાનો ગુણ તો ન દેખે પણ પર્વત જેવડા મોટા ગુણને પણ દેખતા નથી અને અન્યોન્ય અરસપરસ એકબીજાના દોષો જ દેખવાથી. દોષો જ ગાવાથી અને ગામમાં દોષો જ જાહેર કરવાથી પરસ્પર વૈમનસ્યભાવ = દ્વેષભાવમાં જ આગળ વધે છે. આમ પરસ્પર કષાયો વધવાથી ભવભ્રમણાની વૃદ્ધિ થાય છે.
જેમ માટીનાં વાસણો પરસ્પર અફળાય, અથડાય તો બન્ને વાસણો ફૂટી જાય અર્થાતુ બન્નેનો નાશ થાય તેમ પરસ્પર દોષ જ માત્ર દેખવાથી વૈરવિરોધ વધે જ. ક્લેશ-કંકાસ પણ વધે જ, પરસ્પર પ્રેમસંબંધ હોય તે પણ તૂટી જાય, અનેક ભવો સુધી વૈરની પરંપરા ચાલુ જ રહે.
“અગ્નિશર્મા અને ગુણસેન રાજા”, “કમઠ અને મરૂભૂતિ” આવા તો અનેક ઉદાહરણભૂત જોડકાં છે. તેમાંનો એક જીવ વૈરભાવ રાખીને બીજાને અતિશય દુઃખ આપે છે. તેથી તે વિરાધક થયો છતો અનંતભવોની પરંપરામાં રખડે છે અને બીજો જીવ સમભાવ રાખી ઉપસર્ગ સહન કરે છે. પણ વૈમનસ્ય કે વેરઝેર કરતો નથી તેથી તે બીજો જીવ સંસારસાગર તરી જાય છે.
અગ્નિશર્માએ ગુણસેનને અને કમઠના જીવે મરૂભૂતિના જીવને અનેક ભવો સુધી તેમના ઉપર વૈમનસ્યભાવ રાખીને શત્રુતાનો વ્યવહાર કર્યો, છતાં પણ ગુણસેનના જીવે અને મરૂભૂતિના જીવે હૃદયમાં