________________
૧૧૬
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર
માનેલું શાસ્ત્ર સારભૂત છે. અન્ય સર્વ શાસ્ત્રો અસાર છે. “અમે જ સાચા તત્ત્વજ્ઞાની છીએ, બાકીના સર્વે પણ ભ્રાન્ત છે અને તેથી જ અતત્ત્વજ્ઞ છે.’
આ પ્રમાણે માત્સર્ય દોષથી ગ્રસ્ત થયેલા મતાવલંબીઓ વિદ્વત્તાના અહંકારથી ગર્વિષ્ઠ થયા છતા લોકોમાં પોતાની પ્રશંસા કરતા જ રહે છે. આ પ્રમાણે માત્સર્ય દોષના કારણે આવા લોકો તત્ત્વના સારભૂત સમતાભાવને અને સમતાના સ્વાભાવિક આનંદને પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ પરસ્પર વાદ-વિવાદ કરીને ક્લેશ કરતા થકા વૈર-વિરોધ-વૈમનસ્યની જ વૃદ્ધિ કરે છે અને આવા વાદવિવાદથી અને ઝઘડા જ કરવામાં મહામૂલ્યવાળો અને અતિશય દુર્લભ એવા માનવભવને હારી જાય છે. માનવભવનું સાચું અને સારૂં ફળ મેળવી શકતા નથી.
ઘણી વખત મિથ્યાત્વમોહના ઉદયથી પોતાના ઘમંડમાં રાચતા જીવો જ્યાં ત્યાં વાદ-વિવાદ કરે છે, જેની તેની સાથે ચર્ચા કરીને પોતાના વિજયની અને બીજાના પરાભવની જ અપેક્ષા રાખે છે. “હું સાચો છું, મારી જ વાત સાચી છે, એવો ઘમંડ રાખીને જ ફરે છે અને તેનાથી મહામોંઘો માનવભવ આ જીવ હારી જાય છે. માત્સર્ય દોષવાળા જીવોની પ્રકૃતિ જ આવી હોય છે કે અમે જ સાચા છીએ. બાકી બધા પાખંડી (માયાવી) જ છે. ખરેખર મિથ્યાત્વમોહનો ઉદય આ જીવને કેવા કેવા નાચ નચાવે છે. તે જ્ઞાની મહાત્મા આપણને સમજાવી રહ્યા છે.” તેથી જ મોહમાં મસ્ત બનેલા જીવને અંધ કહેવાય છે. ૯-૧૦ના
यथाऽऽहतानि भाण्डानि विनश्यन्ति परस्परम् । तथा मात्सरिणोऽन्योन्यं हि दोषग्रहणाद् हताः ॥ ११ ॥
"