SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રસ્તાવ ૧૧૫ આવા પ્રકારના દૃષ્ટિદોષના કારણે જ બીજા જીવોમાં ઘણા ગુણો હોય છે, પરંતુ આ જીવને તે ગુણો ન દેખાતા હોવાથી તેવા પ્રકારના પરના ગુણોની અનુમોદના કરવાનો ચાન્સ તો આ જીવ લેતો જ નથી. યોગસાર અન્યમાં નાના-નાના એક એક દોષનું નિત્ય નિરક્ષણ કરનારો આ જીવ પોતાનામાં પર્વત જેવડા મોટા દોષો દેખતો નથી. મોહદશાનો અંધાપો આવું કામ કરે છે. આ અંધાપો જીવને આશ્ચર્ય કરનાર છે. તેથી મોહદશાને દૂર કરીએ તો જ આ અંધાપો દૂર થાય. II૮II मदीयं दर्शनं मुख्यं, पाखण्डान्यपराणि तु । મદ્રીય: આગમ: સાર: પરીવાસ્વસારા: ||Ç|| तात्त्विका वयमेवान्ये, भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः । इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः ॥१०॥ ગાથાર્થ - મારૂં જ દર્શન શ્રેષ્ઠ છે અર્થાત્ સાચું છે. અન્ય સર્વે પણ દર્શનો પાખંડ છે (માયા છે). મારૂં જ શાસ્ત્ર સારરૂપ છે. બાકીનાં બધાં જ શાસ્ત્રો અસાર છે. અમે જ સાચા તત્ત્વજ્ઞાની છીએ. બીજા બધા જ તત્ત્વથી અજાણ અને ભ્રાન્ત છે. આ પ્રમાણે માનનારા કેવળ ઇર્ષ્યાળુ છે અને સાચા તત્ત્વના સારથી દૂર છે અર્થાત્ તત્ત્વજ્ઞાન વિનાના છે. ૯-૧૦ વિવેચન મોહનો જેને અતિશય તીવ્ર ઉદય છે અને તેવા મોહના ઉદયને લીધે જે અંધ બનેલા જીવો છે, તે જીવો આવા મત્સરી (ઇર્ષ્યાથી જ અતિશય ભરેલા) છે. આવા પ્રકારના મત્સરી સ્વભાવના કારણે મોહાંધ જીવો આવું માને છે કે “મારૂં જ દર્શન સાચું છે, અન્ય સર્વ પણ દર્શનો પાખંડ છે માયા છે.” મારું જ
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy