________________
યોગસાર
૧૩૮
દ્વિતીય પ્રસ્તાવ મુખ આગળ મુહપત્તિનો ઉપયોગ બરાબર રખાયો હોય તો પછી વાતચીત ગમે તેવી કરો (રાગ-દ્વેષ અને વિકારો વધે તેવી વાતો કરો તો પણ હરકત નહીં અને તેવી વાતો તરફ ધ્યાન નહીં, પણ મુખ આગળ મુહપત્તિ બરાબર રાખી છે, એટલે ધર્મ થઈ ગયો. વાતો કેવી કરો છો, તે તરફ ધ્યાન નહીં. આમ કેટલાક માને છે.) (૩) વળી કેટલાક જૈનો પૂનમની તિથિને જ મહત્ત્વ આપે છે. (૪) કેટલાક જૈનીઓ ચૌદશની તિથિને જ વધારે મહત્ત્વ આપે છે, પરંતુ મનને અતિશય નિર્મળ કરવા તરફ ધ્યાન આપતા નથી.
વારંવાર હાલતાં અને ચાલતાં આજે ચૌદસ છે, આજે પૂનમ છે. આ વસ્તુ ખવાય અને આ ન ખવાય, તેની જ વાતો કર્યા કરે છે. પણ મનને મોહથી દૂર રાખીને નિર્મળ રાખવા તરફ પ્રેરાતા નથી. એવી જ રીતે મુખ ઉપર રૂમાલ કે મુહપત્તિ રાખી નથી. તે જ જોયા કરે છે. જો રૂમાલ અથવા મુહપત્તિ રાખી હોય તો આરાધના થઈ ગઈ એમ જ માની લે છે. પછી તમે વાતો કેવી કરો છો, મોહવર્ધક કે મોહપોષક કે મોહનાશક તે તરફ ધ્યાન આપતા નથી. ગુરુજી આવા પ્રકારનાં દૃષ્ટાન્તો આપી આપીને આપણને ખાસ સમજાવે છે કે તમે રૂમાલ કે મુહપત્તિ રાખી કે ન રાખી તે ખાસ જુવો છો. પૂનમ છે કે ચૌદશ છે, તે જુવો છો, પરંતુ તે તે જીવો કેવું બોલે છે ? બોલવાની પાછળ બોલનારનું ચિત્ત કેટલું મલીન છે કે કેટલું નિર્મળ છે તે જોતા નથી.
માત્ર બાહ્ય દ્રવ્ય જ દેખો છો, પરંતુ બોલનારનો ભાવ શું છે ? તે તો તેના બોલાયેલા શબ્દો ઉપરથી જણાય છે. માટે જો ચિત્ત નિર્મળ ન હોય અને મોહધેલું હોય તો રૂમાલ રાખીને બોલે કે મુહપત્તિ રાખીને બોલે, પૂનમ હોય કે ચૌદશ હોય પણ પાપ લાગ્યા