________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૩૭ જો સાધક એવા આત્મા આત્મદશાની પ્રાપ્તિ માટે અને મોહદશાના વિજય માટે ઇન્દ્રિયોનો નિરોધ કરે, શાસ્ત્રોનોજિનાગમોનો સ્વાધ્યાય કરે, છ જીવનિકાયની રક્ષા કરવા માટે સંયમ સ્વીકારે અને ગુરુ ચરણોમાં રહીને મોહનો વિજય કરીને આત્મસાધનામાં જોડાય તથા ગુરુજીને જીવન સમર્પણ કરે તો જ તેનાં તપ-જપ-જ્ઞાન-ધ્યાન આદિ સઘળાં ય અનુષ્ઠાનો સમતાભાવનાં સાધક બન્યાં છતાં કર્મનિર્જરા કરાવીને મુક્તિદાયક બને અને ત્યારે જ તે સફળ કહેવાય. માટે દંભ દશા ત્યજીને સમભાવ લાવવા પૂર્વક કરાયેલું ધર્મ અનુષ્ઠાન આ જીવને ઉપકાર કરનારું બને છે. // ૨૩ી. नाञ्चलो मुखवस्त्रं च, न राका न चतुर्दशी । न श्राद्धादि प्रतिष्ठा वा, तत्त्वं किन्त्वमलं मनः ॥२४॥
ગાથાર્થ - વસ્ત્રનો છેડો અર્થાત્ નાનો રૂમાલ મુખ ઉપર રાખવો અથવા મુખ આડી મુહપત્તિ રાખવી તથા પૂનમ તિથિ આરાધવી કે ચૌદશની તિથિ આરાધવી તથા શ્રાદ્ધાદિ કરવા કે પ્રભુની પ્રતિષ્ઠા કરવી એ કંઈ તત્ત્વ નથી, પરંતુ નિર્મળ (મોહદશા રહિત જે મન છે તે જ તત્ત્વ છે.) /l૨૪ો.
વિવેચન - અજ્ઞાન દશાના જોરે કેટલાક અતત્ત્વજ્ઞાનીઓ પોતે માનેલાં ધર્મનાં ઉપકરણો રાખવાં. તેની સાફસફાઈ કરવી. તેને જ ધર્મ માની લે છે. તેવા ભદ્રિક અથવા કદાગ્રહી જીવોને સાચું તત્ત્વ સમજાવતાં ગુરુજી કહે છે કે (૧) કેટલાક લોકો બોલતી વખતે વાઉકાયના જીવો હણાય નહીં, તેટલા માટે મુખ આગળ કપડાંનો છેડો અથવા રૂમાલ રાખવો તેને જ તત્ત્વ સમજી લે છે. (૨) જયારે બીજા કેટલાક લોકો વાઉકાયના જીવોની રક્ષા કરવાના આશયથી મુખ આગળ મુહપત્તિ રાખવી તેને જ તત્ત્વ સમજી લે છે. પછી