________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૩૯ જ કરતું હોય છે અને કર્મોની નિર્જરા થતી નથી. પણ બંધ થાય છે, તેટલા માટે ચિત્તની નિર્મળતાને અગ્રસ્થાન આપવું જોઈએ.
| ચિત્ત જો નિર્મળ એટલે મોહના વિકારો વિનાનું હોય અને રૂમાલ કે મુહપત્તિનો ઉપયોગ જો ન રહેતો હોય તો પણ નિર્જરા વધારે અને બંધ અલ્પમાત્રામાં થાય છે. માટે મનની નિર્મળતા ઉપર વધારે ભાર આપવો જોઈએ. જો મન પણ નિર્મળ હોય અને રૂમાલ કે મુહપત્તિ રખાય, પૂનમ કે ચૌદશની આરાધના કરાય તો મન નિર્મળ હોવાથી અવશ્ય વધારે પ્રમાણમાં કલ્યાણ અને કર્મ નિર્જરા થાય જ છે.
મહાત્મા પુરુષે આ શાસ્ત્રમાં કરેલી આ ચર્ચાથી સમજાય છે કે ધર્મનાં ઉપકરણો કે સાધનોને જ ઘણું મહત્ત્વ આપવું અને તેને જ ભભકાદાર રાખવાં તે માર્ગ નથી. પરંતુ તેનો ઉપયોગ કરીને જયણાના પરિણામ રાખવા અને જયણાના પરિણામને સાચવવા તે ધર્મ છે. તેથી આ સાધનો દ્વારા ક્ષણે ક્ષણે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રની વૃદ્ધિ થાય અને રાગ-દ્વેષ-મોદાદિ દોષોની હાનિ થાય, તેનું જ વધારે લક્ષ્ય રાખવું. પરંતુ સાધનોની જ સારવારમાં ધ્યાન રાખવું અને ભભકાદાર સાધનો માત્ર રાખીને રાજી થવું, તે હિતાવહ નથી. ઘણીવાર અતિશય નવી નવી દશીઓનો ઓઘો અથવા ચરવળો હોય તો જયણા પાળવામાં તેની દશીઓ મેલી થશે, એવા ભયથી ઉપર ઉપરથી જ ઓઘા કે ચરવળાનો ઉપયોગ આ જીવ કરે. જે કલ્યાણકારી થતું નથી. નવી નવી વસ્તુઓ મેલી ન થઈ જાય તેનું જ વધારે ધ્યાન આ જીવ રાખે. અને ઉપયોગ ઓછો કરે તો કલ્યાણ પ્રાપ્તિનું કારણ ન બને પણ મોહમાં પ્રતિબંધ કરનારું બને. માટે આ તત્ત્વ બહુ જ વિચારવા યોગ્ય છે.