________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ આમ વિચાર કરતાં દેવોનાં સઘળાં ય નામો યથાર્થપણે તો તમારામાં જ સંભવે છે. બીજામાં યથાર્થપણે સંભવતા નથી. ત્યાં એવું અર્થઘટન ન સંભવતું હોવાથી તે તે દેવોનાં તે તે નામો ત્યાં તો ઉપચારમાત્રથી જ છે પરમાર્થ નથી. જેમ કે -
લક્ષ્મી છાણાં વીણતી, ધન ભીખતો ધનપાલ. અમર મરતો મેં દીઠો, ભલો મારો ઠંઠણપાલ.
જે સ્ત્રીનું નામ લક્ષ્મી છે પણ પૈસો નથી. જેથી છાણાં વીણવાનું કામ કરે છે. કોઈ પુરુષનું નામ છે ધનપાલ છે પણ તેની પાસે ધન નથી, ઘરે ઘરે ધનની ભીખ માગે છે. નામ અમર છે, પણ મેં તેને મરતો જોયો છે.
આ રીતે વિચારતાં બુદ્ધ-વિષ્ણુ, બ્રહ્મા ઈશ્વર, જિનેશ્વર ઇત્યાદિ સઘળાં પણ નામો પરમાત્મામાં યથાર્થપણે સંભવે છે. જ્યારે અન્યત્ર જે આ નામો પ્રસિદ્ધ છે, તે ઉપચાર માત્ર છે. ૩૬ll
ममैव देवो देवः स्यात्, तव नैवेति केवलम् । मत्सरस्फुरितं सर्वमज्ञानिनां विजृम्भितम् ॥३७॥
ગાથાર્થ - મારા માનેલા જે દેવ છે, તે જ સાચા દેવ છે. પણ તારા માનેલા દેવ તે સાચા દેવ નથી. આમ બોલવું. તે સર્વ વચનો કેવળ અજ્ઞાની આત્માઓના ઇથી બોલાયેલા ઉદ્ગારો છે. ૩૭ળી
વિવેચન - જેમના જીવનમાંથી બધા જ દોષો ચાલ્યા ગયા છે અને સર્વ ગુણો પ્રગટ થયા છે. રાગ-દ્વેષ આદિ મોહના વિકારો જવાથી જે સાચા વીતરાગ બન્યા છે, તે જ દેવનું સાચું સ્વરૂપ છે. વીતરાગતા, નિર્દોષતા અને સર્વ ગુણસંપન્નતા આ જ પરમાત્માનાં સાચાં-યથાર્થ નામો છે. તેમને જ તીર્થંકર-પરમાત્મા-જિનેન્દ્ર દેવ-વીતરાગ પ્રભુ ઇત્યાદિ અનેક નામોથી કહી શકાય છે. દરેક શબ્દોના અર્થો તે પ્રભુમાં