________________
૮૦ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર લાગુ પડે છે. આ નામો જેમ વીતરાગ પ્રભુમાં યથાર્થપણે ઘટે છે, તેવી જ રીતે બુદ્ધ-વિષ્ણુ-બ્રહ્મા-ઈશ્વર-મહેશ આ સઘળા નામોના સાચા અર્થો વીતરાગ પરમાત્મામાં જ ઘટે છે. તેથી વીતરાગ પરમાત્મામાં જો આ નામો કહેવામાં આવે તો તે યથાર્થ અર્થ ઘટતો હોવાથી સાચા નામો છે, પરંતુ અન્ય શાસનોમાં તેઓના નાયકોમાં જે જે આ નામો પ્રવર્તે છે, તે ઉપચાર માત્ર જ સમજવો. કારણ કે તેઓમાં તે નામોના અર્થ ઘટતા નથી. તેથી કોઈ પણ નામથી પરમાત્માનું સ્મરણ કે ધ્યાન કરો તો તે આખર તો વીતરાગ પરમાત્માનું જ ધ્યાન કરાય છે.
| ઉપરના ભાવાર્થને સમજ્યા વિના જે જીવ આમ બોલે છે કે મારા દેવ તે જ દેવ છે, તારા દેવ તે દેવ નથી જ' ઇત્યાદિ ચર્ચા કરનારા જીવો પરસ્પર ખંડન-મંડન કરીને વાદ-વિવાદ ઉભો કરીને પરમાત્માની ઉપાસના કરતા નથી, પણ લડાઈ જ વધારે છે. રાગ-દ્વેષ જ વધારે છે. મારા-તારાપણાની મમતા અને ક્લેશ જ વધારે છે. મારા તારાપણાના પરિણામથી પરસ્પર લડવાડ જ થાય છે. રાગ-દ્વેષ જ વધે છે. પરસ્પર માત્સર્યભાવની (ઇર્ષાભાવની) વૃદ્ધિ જ થાય છે.
આવા જીવોને પરમાત્માનું સાચું વીતરાગ સ્વરૂપ ક્યારેય પણ સમજાતું નથી. આવા પ્રકારની આ અજ્ઞાન દશા જ અકલ્યાણકારી અને ખોટી પ્રવૃત્તિનું મૂળ કારણ છે. ૩૭ી. यथावस्थितविज्ञात-तत्स्वरूपास्तु किं क्वचित् । विवदन्ते महात्मानस्तत्त्वविश्रान्तदृष्टयः ॥३८॥
ગાથાર્થ – જેઓએ યથાવસ્થિત વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે અને માત્ર તત્ત્વમાં જ જેઓની દૃષ્ટિ લીન બની છે, તે મહાત્માઓ શું ક્યાંય વિવાદ કરે ખરા ? અર્થાત ન જ કરે. [૩૮.