________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૧૧ જૈનશાસનની, તેના આરાધક ચતુર્વિધ સંઘની સેવા-ભક્તિ કરવામાં તન-મન અને ધનનું યથોચિત સમર્પણ કરવું. આપણાથી અનેક ગુણોથી અધિક એવા પરમાત્મા તથા સદ્દગુરુના ચરણોમાં સમર્પિત થવું. તેઓની શરણાગતિ સ્વીકારી, તેમની આજ્ઞાનું પાલન કરવામાં જ જીવન સાર્થક સમજવું. આ સઘળું પ્રમોદભાવનાનું કાર્ય છે. સર્વે પણ ગુણી પુરુષો, સંતપુરુષો, મહાત્મા પુરુષો ગુણોના ભંડાર છે, તેમના ગુણો ગાવા. તેઓએ કરેલાં સારાં કાર્યોની અનુમોદના કરવી. આ બધી પ્રમોદભાવના જાણવી.
(૩) માધ્યસ્થભાવના - જે જે પાપી જીવો છે, અધર્મી જીવો છે, અવિનીત જીવો છે, અધર્મમાં જ રચ્યાપચ્યા રહે તેવા જીવો છે તથા ધર્મના દ્વેષી જીવો છે, છડેચોક ધર્મની નિંદા-કુથલી જ કરનારા જીવો છે. આવા પ્રકારના દોષોથી ભરેલા જીવો (કે જે કોઈપણ રીતે સુધરે તેમ નથી તેવા જીવો)ને જોઈને સામાન્યથી દ્વેષ, કડવાશ આવી જાય, ગુસ્સો કરવાનું મન થઇ જાય. પરંતુ તેમ કરવાથી તે જીવો કંઈ સુધરે નહીં અને આપણું અહિત જ થાય. માટે તેવા જીવો ઉપર દ્વેષ કર્યા વિના ઉપેક્ષાભાવમાધ્યસ્થભાવ રાખવો. જેથી આપણા હૃદયમાં તેમના ઉપર દ્વેષબુદ્ધિ ન જન્મે. તેઓને પણ આપણા ઉપર દ્વેષ-અપ્રીતિભાવ ન થાય.
આવા પાપી જીવો પણ કાલાન્તરે તત્ત્વ સમજીને સાચા માર્ગે આવો, આવી આવી ઉમદા ભાવના ભાવવી. તે માધ્યસ્થભાવના જાણવી.
(૪) કરૂણાભાવના - સંસારમાં રહેલા લગભગ તમામ જીવો દુ:ખી છે. તેના ઉપર કરૂણા વિચારવી. રોગ-શોક-આધિ-વ્યાધિ અને ઉપાધિજન્ય જે દુઃખો છે, તે સર્વે દશ્યમાન હોવાથી દ્રવ્યદુઃખો છે. જ્યારે રાગ-દ્વેષ અને મોહ (અજ્ઞાન) જન્ય જે જે દુ:ખો છે અને