________________
૨૯૪ પંચમ પ્રસ્તાવ
યોગસાર પરંતુ સર્વ જીવોની પ્રત્યે જ્યાં જ્યાં જે જે ઉચિત આચરણ હોય ત્યાં ત્યાં તે તે જ કાર્ય કરવું અને સર્વ જીવો પ્રત્યે સમભાવવાની વૃત્તિ રાખીને જે જે ઉચિત આચરણ હોય તે જ આચરવું. પરને અપ્રીતિજનક કાર્યનો દૂરથી જ ત્યાગ કરવો. I/૧૨ बीजभूतं सुधर्मस्य, सदाचारप्रवर्तनम् । सदाचारं विना स्वैरिण्युपवासनिभो हि सः ॥१३॥
ગાથાર્થ - સદાચારનું સેવન કરવું, એ ઉત્તમ ધર્મનું બીજ છે. સદાચારના પાલન વિનાનો કરાયેલો ધર્મ વ્યભિચારી (કુલટા) નારીના ઉપવાસ તુલ્ય છે (એટલે કે લોકોમાં મશ્કરીને પાત્ર બનાય તેવું તે આચરણ છે.) ||૧૩.
| વિવેચન - “સદાચારી જીવન” એ જ સાચું જીવન છે. જો જીવન સદાચારી હોય તો જ ઉત્તમ ધર્મની પ્રાપ્તિ અને તેના દ્વારા આ જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. દુરાચારી જીવન અને વ્યભિચારી જીવન જીવનાર જીવો તિર્યંચની સમાન ગણાય છે અને અધોગતિ પામનાર બને છે. માટે સદાચાર એ ધર્મનું મૂલ છે, ધર્મનું બીજ છે.
જેમ કુલટા સ્ત્રી દુરાચારોથી ભરપૂર હોય છે, તેથી તે સ્ત્રી કદાચ ઉપવાસ આદિ ઘણો ધર્મ કરે તો પણ દુરાચારના કારણે તેના ઉપવાસ આદિ રૂપે કરાયેલો ધર્મ આત્માને ઉપકારક બનતો નથી. તેમ સદાચારી જીવન વિનાનો કરાયેલો ધર્મ પણ આત્માની ઉન્નતિ કરનારો બનતો નથી. તે માટે આવું ઉત્તમ મનુષ્યપણું પ્રાપ્ત કરીને શક્ય બને તેટલું વધારે ને વધારે સદાચારી જીવન જીવવું જોઈએ. સદાચાર એ એક પ્રકારનું આભૂષણ જાણવું. જેમ આભૂષણોથી શરીર શોભાયમાન થાય છે, તેમ સદાચારથી જીવન શોભાયમાન-ગુણીયલ બને છે. માટે સદાચાર મેળવવા અને સદાચાર પાળવા અવશ્ય પ્રયત્ન કરવો. ૧૩ી.