________________
૩૪૦
યોગસાર
પંચમ પ્રસ્તાવ ધર્મમય જેનું જીવન છે, એવો આત્માર્થી જીવ બીજા જીવોના દુ:ખને પોતાનું જ દુઃખ છે. આમ સમજે છે. એમ માની સમ્યગ્દષ્ટિ જીવ તે તે જીવોનાં દુઃખો દૂર કરવા કરૂણાભાવથી દયાળુ બનેલા હૃદયપૂર્વક સતત પ્રયત્ન કરે છે.
દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકાઓ અંશથી હિંસાદિનો ત્યાગ કરીને ત્રસ જીવોની રક્ષા કરે છે અને સ્થાવર જીવોની હિંસા જેમ બને તેમ ઓછી થાય એવી જયણા પાળે છે અને સાધુ-સાધ્વીજી ભગવંતો હિંસાદિ દોષોનો સર્વથા ત્યાગ કરી, મન-વચન અને કાયાથી સ્થાવર અને ત્રસ - એમ સર્વે પ્રકારના પણ જીવોની રક્ષા કરે છે અને ઉપદેશ આપવા દ્વારા અન્ય જીવો પાસે જીવોની રક્ષા કરાવે છે તથા બંને પ્રકારના જીવોની અહિંસા પાલનારની અનુમોદના કરે છે.
વર્તમાનકાળમાં પણ આવા પ્રકારના ધર્મસંસ્કારોવાળા મનુષ્યોને મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જીવોને પડતાં દુ:ખો અને દર્દી જેમ જેમ પોતાની નજરે દેખે છે, તેમ તેમ હૃદયમાં કરૂણા અને સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ભવ ઉપરનો નિર્વેદ વધતો જ જાય છે. જેના કારણે સાધુ જીવન સ્વીકારે છે અને સાધુ જીવનમાં પણ સંસારના આ સઘળાં દુ:ખો દેખીને આ આત્મા ધર્મ અનુષ્ઠાનોમાં પ્રબળ પુરુષાર્થ કરે છે.
આવાં દુઃખો પોતાના જીવનમાં ન આવે તે માટે હિંસા આદિ પાપોને ત્યજીને અણુવ્રતધારી અને મહાવ્રતધારી બને છે. II૪૪ો संसारावर्तनिर्मग्नो घूर्णमानो विचेतनः । अध एव जनो याति, निकटेऽपि तटे-हहा ॥४५॥ तिर्यग्गोऽयं यथा च्छिन्दन् नद्याः स्यात् पारगः सुधीः । भवस्यापि तथोत्सर्गापवादकुशलो मुनिः ॥४६॥