________________
યોગસાર તૃતીય પ્રસ્તાવ
૧૮૯ વિવેચન - પરમાત્માનું શાસન મળવા છતાં અને તેમના શાસ્ત્રોનું અમૃતપાન પીવા છતાં પણ આપણો આત્મા જો ઇષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થતાં જ રાગાદિ કષાયોવાળો બનતો હોય અને ઇષ્ટ વસ્તુ આપનારી તે તે વ્યક્તિ ઉપર રાગી થતો હોય અને અણગમતી વસ્તુ આવે ત્યારે દ્વેષ કરતો હોય. વળી અણગમતી વસ્તુ આપનારી વ્યક્તિ ઉપર દ્વેષ કરતો હોય તો આ ભવમાં કે પરભવમાં દુઃખ અને આપત્તિ આવશે જ. એમ જાણીને જ તે રાગ-દ્વેષને દૂર કરવા આ જીવે પ્રયત્ન કરવો જોઈએ.
જો રાગ અને દ્વેષ વડે આપણો જીવ જીતાયો છે, તો દુ:ખના ડુંગરા જ આવવાના છે. તેથી જો દુઃખો ન જ લાવવા હોય તો રાગ અને દ્વેષને જ દૂર કરવા જોઈએ અને સમતાગુણ-ક્ષમા-નમ્રતા-સરળતા આદિ ગુણો જ જીવનમાં વસાવવા જોઈએ.
વળી જો પરમાત્માનું શાસન મળવાના કારણે સગુરુ પાસેથી ઉત્તમ એવી જિનવાણી સાંભળવાથી પરમાત્માની આજ્ઞા પ્રમાણે જો આ રાગ-દ્વેષ આદિ કષાયોનો વિજય કરવામાં આવે. વિષય-કષાયો અને વાસનાનું બળ ઓછું કરવામાં આવે તો તે આત્મા આ જન્મમાં આ સમતાગુણનું પરમ સુખ અવશ્ય પામે છે. પરમાત્માશ્રી મહાવીર પ્રભુએ ચંડકૌશિક જેવા ભયંકર સર્પ સામે પણ સમતાભાવ રાખ્યો તો કલ્યાણ (કેવળજ્ઞાન) પ્રાપ્ત કરતાં વાર ન લાગી. માટે આ જીવે પોતાનું આત્મબળ ફોરવીને પણ કષાયોને જીતવા પુરેપુરો પ્રયત્ન કરવો જોઈએ.
વિષય-કષાયોની વાસના જ આત્માનું ખરાબ કરનારી ચીજ છે. તેથી ગુરુજીનો સમાગમ રાખીને તેઓની પાસે અભ્યાસમાં અને જિનવાણીના શ્રવણમાં લીન થઈને આ કષાયોને અવશ્ય જીતવા જોઈએ. જો તે કષાયોને કાબૂમાં રાખીને ક્રોધના સ્થાને ક્ષમા, માનના સ્થાને નમ્રતા, માયાના સ્થાને સરળતા અને લોભના સ્થાને સંતોષ ગુણ વસાવવામાં આવે તો આ જીવ નિર્મળ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને