________________
૧૯૦ તૃતીય પ્રસ્તાવ
યોગસાર સમ્યકૂચારિત્ર - આ ત્રણે ગુણોની આરાધના-સાધના કરીને અવશ્ય કેવળજ્ઞાન-કેવળદર્શનને પામે જ છે અને તેનાથી અક્ષય-અવ્યાબાધ સુખ પામે જ. I૧૪ll सहजानन्दता सेयं, सैवात्माराधनता मता । उन्मनीकरणं तत्, यद् मुनेः शमरसे लयः ॥१५॥
ગાથાર્થ - મુનિ જીવનની સમતાના રસમાં જે લયલીનતા છે, તે જ આ સ્વાભાવિક આનંદપણું છે. તે જ આત્મામાં રમવાપણું છે અને તે જ (વિષય ભોગોથી) મનનું ઉદ્ઘકરણ છે. ./૧પણી
| વિવેચન - રાગ-દ્વેષ-વિષયવાસના અને ક્રોધાદિ ચારે કષાયો આ બધા દોષો સર્વે પણ જીવોને અનાદિકાલથી લાગેલા છે. તે તે દોષોને આધીન થયેલા જીવો અનેક પ્રકારનાં પાપકાર્યો કરીને સીદાય છે.
જ્યારે ભવિતવ્યતા પાકે છે અને સદ્ગુરુનો તથા સલ્ફાસ્ત્રોનો યોગ થાય છે, ત્યારે જ તે દોષો ઉપર વિજય મેળવીને આ જીવ સમતાભાવના રસમાં લયલીન થાય છે.
આવું બને છે ત્યારે જ સમતાભાવનું સુખ અનુભવાય છે. સમભાવમાં આવેલા જીવનું મન નિર્મળ અને નિષ્કષાયી અત્યંત પવિત્ર બને છે. જ્યારે કષાયો ઉપર વિજય મેળવીને આ મન સમતારસમાં લય પામે છે, ત્યારે જે સુખનો અનુભવ થાય છે, તે સ્વાભાવિક આનંદ છે. તેથી અપરિમિતકાળ રહેનારો છે. લાડુના ભોજનમાં જે આનંદ આવે છે, તે લાડુના નિમિત્તવાળો છે. તેથી લાડુની પ્રાપ્તિ થાય ત્યારે જ તેનું ભોજન કરાય અને ત્યારે જ આનંદ થાય છે. શેષકાળે તેનો આનંદ થતો નથી. પણ સમતારસનો આનંદ તો આવ્યા પછી જતો જ નથી કારણ કે તે આત્માના ગુણસ્વરૂપ છે તથા તેમાં કોઈ બાહ્ય દ્રવ્ય કારણ ન હોવાથી સ્વાભાવિક આનંદ છે, માટે ચિરકાળ સ્થાયી તે આનંદ છે.