________________
૧૮૮ તૃતીય પ્રસ્તાવ
યોગસાર પ્રબળ પુરુષાર્થ કરે છે. આયંબિલની વર્ધમાનતપની ૧૦૮ ઓળીઓ કરે છે. ઉગ્ર વિહાર કરે છે. વિજાતીયનો સ્પર્શ પણ કરતા નથી. સ્નાનાદિ દ્વારા થતી શરીરની શોભા અને ટાપટીપનો તો સર્વથા ત્યાગ કરે છે.
ભવોભવથી ઊંડા ગયેલા આ રાગાદિ ભાવોનો નાશ કરવા માટે આ જીવને પ્રબળ પુરુષાર્થ આચરવો પડે છે. તેથી મોક્ષાર્થી સાધક આત્માએ આ રાગાદિ કષાયો ઉત્પન્ન થતાં જ રોકવા જોઈએ. તેને અટકાવવા માટે તેના વિરોધી ગુણોનું શરણું લેવું જોઈએ. રાગ અને દ્વેષની સામે વૈરાગ્ય, ક્રોધાદિ ચારે કષાયોની સામે અનુક્રમે ક્ષમા-નમ્રતાસરળતા અને સંતોષ - આવા ગુણોનો આશ્રય સ્વીકારવો જોઈએ. નિરંતર તે ગુણોનો જ અભ્યાસ પાડવો જોઈએ, તો જ આ દોષો જીતી શકાય છે, અન્યથા ભવોભવના સંસ્કાર હોવાથી જીતી શકાતા નથી.
આ દૂષિત ભાવોનો જડમૂળથી નાશ કરવા માટે અનિત્યાદિ બાર અને પ્રમોદાદિ ચાર એમ સોળે ભાવનાઓ પ્રતિદિન ભાવવી જોઈએ. રાગને દૂર કરવા અનિત્યાદિ ભાવના અને દ્વેષને દૂર કરવા મૈત્રી આદિ ભાવનાઓ ભાવવાની ટેવ પાડવી. આ ભાવનાઓથી વાસિત જીવન બનાવવું. સંસારી ભાવોની અનિત્યતાનો વિચાર કરતાં ક્યાંય રાગાદિ થશે નહીં અને મૈત્રી આદિ ભાવનાઓ ભાવવાથી ક્યાંય દ્વેષ થશે નહીં. કારણ કે સંસારી સર્વે પણ સંબંધો અનિત્ય અને ક્ષણભંગુર છે. આ રીતે રાગ અને દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરતાં આ જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત કરતાં ઘણીવાર નહીં લાગે. ||૧૩ી यद्यात्मा निर्जितोऽमीभिस्ततो दुःखागमो महान् । यद्यात्मना जिता एते, महान् सौख्यागमस्तदा ॥१४॥
ગાથાર્થ - જો આ રાગાદિ કષાયો વડે આત્મા જીતાયો, તો તેનાથી મોટા દુ:ખનું આગમન થાય છે અને જો આત્મા વડે આ કષાયો જીતાયા તો મોટા સુખનું આગમન સમજવું. /૧૪તી.