________________
યોગસાર તૃતીય પ્રસ્તાવ
૧૮૭ ગાથાર્થ - ખરેખર આ કષાયો અને નોકષાયો દુઃખે દુઃખે જીતાય તેવા છે અને તેનો ઉચ્છેદ કરવો (સંપૂર્ણ વિનાશ કરવો) પણ અતિશય દુષ્કર છે. આ કારણથી જ ઉત્પન્ન થતાંની સાથે જ તે કષાય-નોકષાયોને ઘણા જ પ્રયત્નપૂર્વક અટકાવવા મહેનત કરવી. ||૧૩ી
વિવેચન - રાગાદિ આ કષાયો અને નોકષાયો આત્માના મૂલ ગુણોના નાશક હોવાથી ખરેખર આત્માના અંતરવૈરી (હૃદયની અંદર રહ્યા છતાં વૈરી જેવું કામ કરનાર) છે. માટે તેનાથી અતિશય ચેતીને જ ચાલવું જોઈએ.
તે કષાય અને નોકષાયને જીતવા માટે મુનિઓ તો અવશ્ય પ્રયત્ન કરે જ છે, પરંતુ સર્વે જીવોએ (સંસારી જીવોએ પણ) આ કષાયનોકષાયોને જીતવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મુનિ મહાત્માઓ લોકોની સાથે અતિશય પરિચય થવાથી રાગ-દ્વેષાદિ કષાયો ન થાય તેટલા માટે જ એક ગામથી બીજે ગામ વિહાર કરે છે. કોઈના પણ પરિચયમાં વધારે પડતા આવતા નથી. વિહાર કરતાં કરતાં ગામમાં આવે છે, પરંતુ બે-ચાર દિવસમાં જેમ જેમ ગામ લોકોનો પરિચય-સંપર્ક થવા લાગે છે. તેમ તેમ તે ગામ છોડીને આગળ આગળ વિહાર કરે છે. જેથી વધારે પરિચય ન થતાં રાગાદિ કષાયો થાય જ નહીં. આ માટે જ ભગવાને નવકલ્પી વિહાર કહેલ છે.
તથા પોતાના શરીર ઉપર પણ મમતા-મૂર્છા ન થાય, એટલે સ્નાનાદિથી અને અલંકારોથી શરીરને વિભૂષિત કરતા નથી. પરંતુ ત્યાગ અને દુષ્કર એવા તપ દ્વારા અને સંયમની કઠોર સાધના દ્વારા શરીરને ઓગાળે છે, ઉતારે છે.
આ રાગ-દ્વેષ તથા ક્રોધાદિ કષાયો અને નવ નોકષાયોના સંસ્કારો ભવોભવથી પડેલા છે. એટલે અનાદિના છે, રૂઢ છે ઊંડા છે માટે તેનો નાશ દુઃખે દુ:ખે જ થાય છે. તે માટે આ મુનિ મહાત્માઓ કષાયોને જિતવા