________________
૮૫
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ તરીકે ઉપાસના કેમ કરે ? જે સાધકને પોતાને સર્વ દોષોથી રહિત બનવું છે. તે સાધક તેના માટે તેના ઉપાયભૂત વીતરાગ પ્રભુની જ ભક્તિ, દર્શન, વંદન, પૂજન તથા સમ્યજ્ઞાન અને સમ્યકૂચરિત્રાત્મક ઉપાયો સેવે છે. કાર્ય જેવું હોય ઉપાયો પણ તેને અનુરૂપ જ હોવા જોઇએ.
“જેવો સંગ તેવો રંગ” એવો ન્યાય હોવાથી રાગી આત્માની ઘણી સોબત કરીએ તો આ આત્મા રાગી બને અને રાગદશા વધારે ને વધારે વૃદ્ધિ પામે. પરંતુ પરમગુણી એવા વીતરાગ પ્રભુનો સંગ કરીએ તો જ આ જીવ સદ્ગુણી બને અને રાગ-દ્વેષ તથા મોહાદિ દોષો તે જીવના નાશ પામે. માટે શક્ય બને તેટલી વધારે પ્રમાણમાં વીતરાગ પરમાત્માની સોબત કરવી એટલે કે, સેવા-ભક્તિ-ઉપાસના શાસ્ત્રશ્રવણ આદિ કરવા રૂપે વીતરાગ પ્રભુની સોબત કરવી જોઈએ. //૪ના यद्वा रागादिभिःदोषैः सर्वसंक्लेशकारकैः । दुषितेन शुभेनापि, देवेनैव हि तेन किम् ॥४१॥
ગાથાર્થ અથવા સર્વ પ્રકારના સંક્લેશને કરનારા એવા રાગાદિ (૧૮ પ્રકારના) દોષો વડે દૂષિત થયેલા એવા દેવ સારા હોય તો પણ તે સારા દેવ વડે હે જીવ ! તને શું લાભ છે ! અર્થાત કંઈ જ લાભ નથી //૪૧ી.
વિવેચન - આત્માર્થી જીવને પોતાના આત્મગુણોનો ઉઘાડ થાય તે જ સાચો લાભ છે. તેથી હે જીવ ! રાગ-દ્વેષ આદિ મોહના દોષોથી દૂષિત બનેલા એવા દેવો અર્થાત્ સંસારી ચાર પ્રકારના ભવનપતિ આદિ દેવોમાંના કોઈ પણ દેવ જે સંક્લેશને જ કરાવનારા છે. શારીરિક શક્તિ અધિક હોવાથી નાખુશ થાય તો દુ:ખ આપવા દ્વારા ઘણો સંક્લેશ કરાવનારા છે અને ખુશ થાય તો સાંસારિક સાનુકૂળતામાં સહાયક થવા