________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર દ્વારા મનને રાગાત્મક સંક્લેશ કરાવનારા છે. મનને મોહાંધ કરનારા છે. વિષયોની પ્રાપ્તિમાં કદાચ સહાયક થાય તો પણ આ જીવનું ચિત્ત તેમનામાં જ અંજાઈ જાય. એટલે તેમની જ સેવા-સુશ્રુષામાં પડી જાય. જેથી વીતરાગ પરમાત્માને તથા પોતાની વીતરાગતા મેળવવાને બદલે સાંસારિક દેવ-દેવીઓનો જ આ જીવ પૂજારી બની જાય. એટલે મૂળ વીતરાગ પ્રભુના માર્ગનો ઉપાસક મટી વિષયોનો જ ઉપાસક બની જાય અને તે જીવનું ચિત્ત વિષયોની સાનુકૂળતા મળતાં વિષયોમાં અંજાનારૂં બની જાય. આમ સાંસારિક સઘળા પણ દેવો દુઃખ આપવા દ્વારા અથવા સાંસારિક સુખ આપવા દ્વારા ચિત્તને રાગ-દ્વેષ કરાવવા વડે મોહાંધ કરનારા અને તેથી ચિત્તને સંક્લેશમય બનાવનારા છે. ચિત્તમાં વધારે ને વધારે કાં તો રાગ અથવા કાં તો ષ જ ઉત્પન્ન કરનારા આવા પ્રકારના સાંસારિક દેવો વડે સર્યું. કારણ કે નાખુશ થાય અને જો દુઃખ આપે તો જેમ કામનું નથી, તેમ કદાચ ખુશ થાય અને શુભ કરે, એટલે કે સુખ આપે તો પણ તે સુખ નાશવંત હોવાથી, મોહજનક હોવાથી, ભવની પરંપરા વધારનાર હોવાથી રાગાદિનું ઉત્પાદક હોવાથી, આવું શુભ કરનારા દેવો વડે પણ સર્યું. ક્યારેક પ્રત્યક્ષ આવી પોતાનો પ્રભાવ બતાવે તો પણ જેને મોક્ષની જ સાધના કરવી છે, સાંસારિક કોઈ પણ પ્રલોભન સાથે કંઈ સંબંધ કે કોઈ પણ જાતની ઇચ્છા નથી, તેવા જીવને સાંસારિક ઇચ્છાઓ પૂરી કરનારા અને ખુશ-નાખુશ થનારા આવા દેવ-દેવીઓ વડે આ જીવને શું લાભ? જેને વીતરાગતા જ જોઈએ છે, આત્માના ગુણો જ પ્રગટ કરવા છે, પોતાનું પરમાત્મપણું જ ઉઘાડવું છે, તેવા આત્માર્થી જીવને ભૌતિક સુખ અને દુઃખ આપનારા આવા દેવોની સહાય શું કામની? માટે આવા દેવોની ઉપાસના કરવા વડે સર્યું?
રાગ-દ્વેષવાળા પ્રસન્ન-અપ્રસન્ન થનારા આવા દેવોની ઉપાસના કરવાથી ઉપાસક જીવમાં પણ તેવા ધ્યેયની સાથે તન્મય થવાના કારણે