________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર
(૪) ભાવજિન :- સમવસરણમાં બિરાજમાન સર્વગુણસંપન્ન કેવલી પરમાત્માપણે વિચરતા તીર્થંકરદેવ એ ભાવિજન સમજવા.
૧૦
(૧) પદસ્થધ્યાનમાં નામનિક્ષેપે તીર્થંકર પરમાત્માનું ધ્યાન, (૨) રૂપસ્થધ્યાનમાં સ્થાપનાનિક્ષેપે તીર્થંકર પરમાત્માનું ધ્યાન, (૩) પિંડસ્થધ્યાનમાં દ્રવ્યનિક્ષેપે તીર્થંકર પરમાત્માનું ધ્યાન અને (૪) રૂપાતીતધ્યાનમાં ભાવનિક્ષેપે પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરાય છે. આમ ચાર પ્રકારે ધ્યાન કરતો સાધક આત્મા પણ સાધ્યસ્વરૂપે બને છે. ૨
અવતરણ :- પોતાના આત્માને પરમાત્મા બનાવવા માટે પરમાત્માની સાથે એકાકાર૫ણે-અભેદ ધ્યાન -
शुद्धस्फटिकसंकाशो, निष्कलश्चात्मनाऽऽत्मनि । परमात्मेति संज्ञातः, प्रदत्ते परमं पदम् ॥३॥
ગાથાર્થ :- પરમાત્માના ધ્યાનમાં લયલીન બનેલો સાધક આત્મા પોતાનામાં જ શુદ્ધ સ્ફટિકતુલ્ય નિષ્કલ અર્થાત્ નિર્મલ એવું પરમાત્માપણું છે. આમ જ્યારે સારી રીતે જાણે છે, ત્યારે આવા પ્રકારનો શુદ્ધ વિચારક આત્મા જ પોતાને પરમાત્મપણું આપે છે અર્થાત્ પોતાનું પ્રચ્છન્ન એવું પરમાત્માપણું પ્રગટ કરે છે. III
વિવેચન :- શ્રી વીતરાગ પરમાત્માને સતત સામે આલંબનરૂપે રાખીને સંસારની અન્ય સર્વ વસ્તુઓને ભૂલી જઈને આ પરમાત્માના આલંબનવાળું ધ્યાન કરવાથી સાધક આત્મા ધીરે ધીરે નિરાલંબન ધ્યાનને સાધી શકે છે. જ્યારે સાધક આત્મા પરમાત્માના ધ્યાનમાં એકાકાર બને છે, ત્યારે તે જ સાધક આત્મા પોતાના એક એક આત્મપ્રદેશમાં રહેલા શુદ્ધ-નિરંજન-અનંતજ્ઞાનાદિ ગુણમય-સિદ્ધ