________________
યોગસાર
૨૬૮
ચતુર્થ પ્રસ્તાવ ઘેરાયેલા છે. બાહ્યસુખોમાં આસક્તિભાવવાળા થઈને દેહાધ્યાસથી વાસિત થયેલા છે. આવા પ્રકારના મોહમાં અંધ બનેલા જીવોમાં કોઈપણ પ્રકારના સદ્ગુણનું પરમાર્થ રીતે પ્રગટીકરણ સંભવિત નથી.
અચરમાવર્તમાં વર્તતા ભવાભિનંદી જીવોની સંખ્યા સદા અધિક હોય છે. જેઓને મોક્ષે જવાની ઘણી વાર છે, તેવા જીવોની સંખ્યા હંમેશાં અધિક હોય છે. મનુષ્યભવ ફરી ફરી પ્રાપ્ત થવો ઘણો દુષ્કર છે. તેમાં પણ ઉત્તમ કુલ-ગોત્રમાં જન્મ પામીને પણ જે જીવો ગુણહીન અને સત્ત્વહીન થઈને પોતાના માનવ ફળને નિષ્ફળ બનાવે છે. તેથી તેવી બાબતમાં વિચાર કરતાં એમ લાગે છે કે ખરેખર જન્મ-મરણના ફેરા પૂરા કરનારા આવા પ્રકારના સત્ત્વગુણથી હીન જીવોથી જ આ સંસાર ભરેલો છે.
તેવા નિઃસર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવના અને કરૂણાભાવના લાવવા પૂર્વક માધ્યસ્થભાવ રાખવો, તેવા અજ્ઞાની અને અવિનીત જીવો ઉપર કષાય ન કરતાં માધ્યસ્થભાવના ભાવવી. તે જીવો પણ પોતાના તેવા પ્રકારના કર્મોને પરવશ છે. તેથી તેવા અજ્ઞાની અને અવિનીત તથા અસંસ્કારી તે જીવો બન્યા છે તેવા જીવો ઉપર કષાય કરવાથી તે જીવો તો સુધરે નહીં અને આપણું કષાયોના કારણે અવશ્ય અકલ્યાણ થાય. આવો કેવળ એકલી ખોટ જ છે જેમાં, તેવો ધંધો કરવાનો શો અર્થ છે? માટે આવા અપાત્ર પાપી જીવો ઉપર અવશ્ય માધ્યસ્થભાવ જ રાખવો. તેમાં જ આપણું હિત છે. ૩લા मानुष्यं दुर्लभं लब्ध्वा, ये न लोकोत्तरं फलम् । गृह्णन्ति सुखमायत्यां, पशवस्ते नरा अपि ॥४०॥
ગાથાર્થ – જે આત્માઓ દુર્લભ એવા મનુષ્યજન્મને પ્રાપ્ત કરીને