________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૬૭ કલ્યાણની ઇચ્છાવાળા અને કલ્યાણના માર્ગે ચાલનારા જીવો બહુ જ થોડા હોય છે.
જેમ જગતમાં કરીયાણાના અને કાપડના વેપારી ઘણા હોય છે. પરંતુ ઝવેરાતના વેપારી બહુ જ થોડા હોય છે. તેની જેમ મુમુક્ષુ અને સાચા આત્મતત્ત્વના સાધક જીવો પણ સદા અલ્પસંખ્યામાં જ મળે છે. //૩૮ बाहुल्येन तदाभासमात्रा अपि कलौ कुतः । बुसप्रायैस्तु लोकोऽयं पूरितो भवपूरकैः ॥३९॥
ગાથાર્થ – ઉપર સમજાવ્યા તેવા સત્ત્વશાળી જીવો તો નહીં, પરંતુ તેનો આભાસ જેઓમાં હોય તેવા પુરુષો પણ આ કલિકાલમાં વિશાળ સંખ્યામાં ક્યાંથી હોય? અર્થાત્ કલિયુગના કારણે ન જ હોય. કારણ કે આ લોક તો સંસારના જ વધારે પ્રમાણમાં ફેરા કરનારા એવા સત્ત્વહીન જીવોથી ભરપૂર રીતે ભરેલો છે. //૩૮.
વિવેચન - સત્ત્વશાળી હોય, ગીતાર્થ હોય, જ્ઞાની હોય, ગુણીયલ હોય, આવા મહાત્મા પુરુષોનો આ પાંચમા આરાના વિષમકાલમાં વિરહ પડ્યો છે, વિરહ જ છે એટલું જ માત્ર નહીં, પરંતુ તે મહાત્માઓમાં જે જે ગુણો છે. તેવા ગુણોનો આભાસ જેઓમાં હોય તેવા ગુણોના આભાસવાળા, ધૈર્ય-ગાંભીર્ય અને ઔદાર્ય ઇત્યાદિ ગુણગણથી વિશિષ્ટ પુરુષો પણ આ કાળમાં અતિશય અલ્પસંખ્યામાં જ હોય છે.
આ સંસારમાં ઘણા ખરા લોકો અનાર્ય-સંસ્કાર વિનાના થયા છતા હિંસા-જૂઠ-ચોરી ઇત્યાદિ ઘોર પાપોનું જ સેવન કરી રહ્યા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોની વાસનાને આધીન થયેલા છે. વિષયોની વાસનાની આધીનતાના કારણે જ તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં કષાયોથી