________________
ચતુર્થ પ્રસ્તાવ
द्वित्रास्त्रिचतुरा वापि, यदि सर्वजगत्यपि । प्राप्यन्ते धैर्यगाम्भीर्यौदार्यादिगुणशालिनः ॥३८॥
૨૬૬
યોગસાર
ગાથાર્થ - આખા આ વિશ્વમાં પણ ધૈર્યગુણ-ગંભીરતાગુણ અને ઉદારતા ગુણ આદિ ગુણો વડે શોભતા એવા સત્ત્વશાળી પુરુષો જો શોધવા જઈએ તો બે-ત્રણ અથવા ત્રણ-ચાર જ પ્રાપ્ત થાય છે અર્થાત્ આવા પ્રકારના ગુણીયલ જીવો બહુ જ અલ્પ હોય છે. II૩૮॥
વિવેચન – જે સત્ત્વશાળી પુરુષો હોય છે તથા સત્ત્વગુણની સાથે જ્ઞાનગુણ જેઓમાં વિકસ્યો હોય છે, તેવા સત્ત્વશાળી અને જ્ઞાની પુરુષો જ ધીરતા, ગંભીરતા, ઉદારતા, નમ્રતા, સરળતા, સંતોષ તથા કરૂણા આદિ ગુણોને ધારણ કરે છે. તેઓ જ આત્માના પરમાનંદમય સ્વભાવનો સ્વયં અનુભવ કરે છે અને અન્ય સાધકોને પણ આત્મદશાનું ભાન કરાવી તેમને પણ સંસારીભાવોથી વૈરાગી બનાવી આત્મતત્ત્વની સાધનામાં જોડે છે. જ્ઞાનસારમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી ફરમાવે છે કે -
ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्बोधेः, परान् तारयितुं क्षमः ॥
તત્ત્વનો જાણકા૨, ઉત્તમ એવી ધર્મક્રિયામાં તત્પર, પ્રશમભાવમાં અતિશય તત્પર, મૈત્રી આદિ ભાવનાઓથી ભાવિત (અર્થાત્ ભાવનાઓથી વાસિત) જિતેન્દ્રિય એવો મુનિ સ્વયં પોતે સંસારસાગરથી તરે છે અને બીજા જીવોને પણ સંસારસાગરથી તારે છે.
પરંતુ આ પાંચમા આરામાં વિષમકાલમાં સ્વનું અને પરનું કલ્યાણ કરનારા એવા ઉત્તમ પુરુષો અતિશય વિરલા જ હોય છે. બહુ જ અલ્પમાત્રામાં હોય છે. કદાચ મળે અથવા ન પણ મળે અને જો મળે તો પણ બે-ત્રણ અથવા ત્રણ-ચાર જ જીવો (સારાંશ કે અતિશય અલ્પ જીવો) જ મળે છે. કારણ કે લોકમાર્ગમાં અને લોકોત્તર માર્ગમાં