________________
૧૯
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ (૨) પરમાત્માના નામરૂપી મંત્રનો સતત જાપ કરવો. (૩) પોતાની યોગ્યતા પ્રમાણે ધર્મનાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. (૪) આત્મનિરીક્ષણ કરવું. પોતાની ભૂલોને સુધારવી. (પ) દેવ-ગુરુ આદિ ઉપકારી ભાવોને વંદન-નમન અને સ્તવન
કરવું. તેઓના ગુણગાન ગાવા. (૬) વિધિપૂર્વક ચૈત્યવંદન-ગુરુવંદન આદિ ધર્મકાર્યો કરવાં. (૭) બન્ને ટાઈમ પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા કરવી. (૮) જીવો પ્રત્યે યથાયોગ્ય મૈત્રી આદિ ભાવનાઓ ભાવવી.
આ સઘળો અધ્યાત્મયોગ છે. આ સૌથી પ્રથમ કર્તવ્ય છે. ત્યારબાદ ભાવનાયોગ જીવનમાં લાવવાનો હોય છે, તે ભાવનાયોગ આ પ્રમાણે છે -
ચિત્ત વધારે ને વધારે સમાધિમાં રહે તેમ પ્રસન્નભાવપૂર્વક હંમેશાં વૃદ્ધિ પામતો પુનઃ પુનઃ ધાર્મિક અભ્યાસ થાય તેને ભાવનાયોગ કહેવાય છે. તે ભાવનાયોગના પ્રતાપે ક્રોધ-માન-માયાલોભાદિ અશુભ સંસ્કારોનો નાશ થાય છે અને જ્ઞાનાદિ ગુણોના સંસ્કારો તથા યથાશક્તિ જ્ઞાનાચારાદિ પંચવિધ આચારપાલનનું સામર્થ્ય આ જીવનમાં પ્રગટે છે.
આ પ્રમાણે અધ્યાત્મયોગપૂર્વક શ્રેષ્ઠ અનુષ્ઠાનોના સતત અભ્યાસથી આ જીવમાં ભાવનાયોગની સિદ્ધિ થાય છે અને સોળે કષાયો અને નવ નોકષાયોનું જોર મંદ પડવાથી તથા જ્ઞાનાચારાદિ પંચવિધ આચારોનું નિરતિચારપણે પાલન કરવાથી જીવમાં ધર્મસામર્થ્યની વૃદ્ધિ થાય છે.
આમ થવાથી આત્માની અને ચિત્તની શુદ્ધિ વધે છે. અનંતાનુબંધી આદિ કષાયોનો ક્ષયોપશમભાવ વધે છે. જેનાથી સાધક