________________
યોગસાર
પંચમ પ્રસ્તાવ
૨૮૧
બને છે, ત્યારે આ જીવને પરમાનંદનો અનુભવ થાય છે. ત્યાર પછી આ ચિત્ત વિકલ્પો વિનાનું અને મૃતપ્રાય જેવું થાય છે. સંસારના કોઈપણ ભાવો સ્ફુરાયમાન થતા નથી.
સંકલ્પ વિકલ્પો અને વિચારો કરવા એ તો મનનો ખોરાક છે. પણ તે સઘળા વિચારો અને વિકલ્પોનો નિરોધ થવાથી આ મન મૃતપ્રાય થઈ જાય છે. એટલે કે પરમશાંત નિર્વિકલ્પદશા પામીને આ યોગી પરમાનંદનું સુખ અનુભવે છે. તેવી ઉંચી અવસ્થામાં તે યોગી મહાત્માનું પોતાનું શરીર પણ ચેષ્ટા વિનાનું થયું છતું લગભગ મૃતપ્રાય અવસ્થાવાળું જ બને છે.
તથા પાંચે ઇન્દ્રિયોના વિષયોનો પણ નિરોધ થઈ જવાથી ઇન્દ્રિયો પણ મૃતપ્રાય બની જાય છે. આવી અવસ્થામાં આ યોગી મહાત્મા ઇન્દ્રિયાતીત, મનસાતીત શબ્દથી જેનું વર્ણન ન કરી શકાય, તેવા પરમાનંદ અને પરમસુખનો અનુભવ કરે છે. આવા યોગી મહાત્મા મોક્ષના આત્માતુલ્ય ઉત્તમ શાન્ત અવસ્થાએ પામે છે. ।।૪।। आजन्माज्ञानचेष्टाः स्वा, निन्द्यास्ताः प्राकृतैरपि । विचिन्त्य मूढ ! वैदग्ध्यगर्वं कुर्वन्न लज्जसे ॥५॥
ગાથાર્થ - હે જીવ ! સામાન્ય માણસો વડે પણ નિંદનીય એવી જન્મથી આરંભીને અત્યાર સુધીની કરેલી અજ્ઞાનતાપૂર્વકની પ્રવૃત્તિઓનો વિચાર કર્યા પછી પંડિતપણાનું અભિમાન કરતાં તું શરમાતો કેમ નથી ? ॥૫॥
વિવેચન – જો આત્મતત્ત્વ સાધવું જ હોય તો તેના ઉપાયભૂત ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ આદિ ગુણો જીવનમાં વિકસાવવા જોઈએ. તેને બદલે ક્રોધ-અભિમાન-માયા-કપટ અને લોભ ઇત્યાદિ