________________
૨૮૦ પંચમ પ્રસ્તાવ
યોગસાર આ પ્રમાણે સર્વે પણ સંસારી જીવો પોતપોતાના કર્મોને પરવશ છે અને તેનું શુભાશુભ ફળ અવશ્ય ભોગવે જ છે. તે સુખ અને દુઃખ બન્નેને કરનારો પણ આ જીવ જ છે અને તેના સારા-નરસા ફળને ભોગવનારો પણ આ જ જીવ છે અને તે તે કર્મોને તોડનારો પણ આ જ જીવ છે.
પોતાના કરેલાં કર્મોને પોતે જ ભોગવે છે. અન્ય કોઈ કર્તા કે ભોક્તા નથી. જેમ સંસારમાં જે જીવ ચોરી અથવા ખૂન કરે છે, તે જ જીવ કારાવાસને પામે છે. તેમ અહીં પણ કર્મોનો કર્તા કર્મોનો ભોક્તા અને કર્મોને તોડનારો આ જ જીવ છે. માટે હે જીવ ! તું પોતે જ સમજી જા અને કર્મોને ન કરવાનાં અથવા ઓછાં કરવાનો પરિણામ કર. નિશ્ચયથી તારું પોતાનું બગાડનાર અને સુધારનાર તું પોતે જ છે. all मृतप्रायं यदा चित्तं, मृतप्रायं यदा वपुः । मृतप्रायं यदाऽक्ष्णां, वृन्दं पक्वं तदा सुखम् ॥४॥
ગાથાર્થ - સાધક આત્માનું ચિત્ત જયારે મૃતપ્રાયઃ થયું હોય, શરીર જયારે મૃતપ્રાય થયું હોય અને ઇન્દ્રિયોનો સમૂહ જ્યારે મૃતપ્રાય થયો હોય ત્યારે જ આ જીવને સાચું સુખ પાક્યું છે, આમ જાણવું. //૪ll,
વિવેચન - સાધક આત્મા આત્મદશાની સાધના કરતો કરતો ઇન્દ્રિયોના વિષયોને અને વિકારોને જીતીને જ્યારે યોગીદશાને પામે છે, ત્યારે ધ્યાનદશાનો અભ્યાસ કરતો કરતો તે જીવ પ્રથમ પરમાત્માના આલંબનવાળું ધ્યાન ધરે છે. તેનો લાંબા કાળ સુધી અભ્યાસ થઈ જાય ત્યારે આ મન સુકોમળ અને સુલીન અવસ્થાને પામે છે. તેનાથી એટલે કે તે મને ઉપકારક એવા ધ્યેય વિષયોમાં લયલીન બની જાય છે. ત્યારે મોહના વિકારો વિનાનું અને ઉપકારક ભાવોમાં મન અતિશય લીન