________________
યોગસાર
ચતુર્થ પ્રસ્તાવ
૨૩૧
કરે છે અને સમતાભાવપૂર્વક સંયમમાં સ્થિર રહીને ચીકણાં કર્મોને પણ ખપાવે છે.
પરમાત્માશ્રી મહાવીર દેવે તેમના દીક્ષિત પર્યાયમાં સાડા બાર વર્ષ સુધીના કાળમાં શબ્દોથી જેનું વર્ણન સાંભળતાં પણ ધ્રુજારી આવી જાય તેવા ઘોર ઉપસર્ગ-પરીષહોને મેરૂપર્વતની જેમ અડગ રહીને ધીરતાગુણપૂર્વક સહન કર્યા હતા. પરંતુ આત્મધ્યાનથી લેશમાત્ર પણ ચલાયમાન થયા ન હતા. તેથી દેવોની સભામાં સ્વયં ઇન્દ્ર મહારાજા પોતે પરમાત્માશ્રી મહાવીર પ્રભુના ધીરતા ગુણનું વર્ણન કરતા હતા. ધીરતા ગુણની પ્રશંસા કરતા હતા.
ગજસુકુમાલ મુનિ, બંધક મુનિ તેમના શિષ્યો તથા મહાવીર પ્રભુ ઇત્યાદિ ધીરતા અને વીરતાગુણના ભંડારભૂત આવા મહાત્મા પુરુષોને ઘણા જ ઘણા ધન્યવાદ આપવા ઘટે છે તથા આવા ગુણીયલ પુરુષોને અમારા લાખો-લાખો વંદન અને અભિનંદન હોજો. કર્મ ખપાવવામાં
આ જીવો ઘણા જ શૂરવીર અને સમતાભાવવાળા હતા. આવાં ઉદાહરણો આંખ સામે રાખવાં ।।૮।।
जगत्त्रयैकमल्लश्च, कामः केन विजीयते । मुनिवरं विना कञ्चिच्चित्तनिग्रहकारिणम् ॥९॥
ગાથાર્થ – ત્રણે જગતનો વિજય કરવામાં અદ્વિતીય (અજોડ) એક મલ્લ સમાન એવા કામદેવને (કામવાસનાને) ચિત્તનો નિગ્રહ કરનારા કોઈક વી૨ એવા મહામુનિ વિના કોણ જીતી શકે ? અન્ય કોઈ ન જીતી શકે. ।।
વિવેચન - કામવાસના રૂપી મલ્લ ભલભલા જીવોને પણ ઘણા પીડે છે. ત્રણે ભુવનના દેવો-દાનવો-માનવો અને પશુ-પક્ષીઓ પણ કામવાસનાને આધીન થયા છતાં પીડાય છે. સર્વે પણ મલ્લોમાં કામવાસના