________________
૨૩૨ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર રૂપી મલ્લ અપરાજિત હોય છે. કોઈથી પણ પરાભવ ન પામે તેવો છે. માટે જ તે કામવાસના રૂપી મલ્લને અજોડ-સર્વથી વિશેષતમ બલિષ્ઠ મલ્લ કહેવાય છે. સાધુ-સંતો માટે પણ આ કામવાસનાને જીતવી અતિશય દુષ્કર કાર્ય છે. આમ શાસ્ત્રમાં કહેવાય છે.
આ કામવાસનાને જીતવાની શક્તિ સુદેવ અને સુગુરુની નિરંતર ઉપાસના અને સેવા કરવાથી જ પ્રગટ થાય છે. જે જે મહાત્માઓ શ્રી તીર્થંકર પરમાત્માની પ્રીતિ અને ભક્તિપૂર્વક તેમની સેવા કરે છે તેઓની આજ્ઞાનું નિત્ય આરાધન કરે છે, તથા તે વીતરાગ ભગવંતોની આજ્ઞા જાણવા માટે ગુરુભગવંતો પાસેથી વિનય અને વિવેકપૂર્વક આગમના ગૂઢ અને ગંભીર અર્થોને ગ્રહણ કરે છે તથા નિરંતર આગમગ્રંથોનો અભ્યાસ કરે છે તથા આગમગ્રંથોના અભ્યાસ દ્વારા આત્માના અને પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન-મનન કરે છે.
તથા પ્રતિક્રમણ પડિલેહણ ઇત્યાદિ આવશ્યક ક્રિયામાં ઉલ્લાસ અને ઉપયોગપૂર્વક સતત પ્રવૃત્તિશીલ થઈને જે રચ્યા પચ્યા રહે છે. તેવા પુરુષોનું ચિત્ત ચંચળતા અને ચપળતા વિનાનું થયું છતું અત્યંત સ્થિર બની જાય છે. તેવા મહાત્મા પુરુષોના ચિત્તમાંથી વિષય-કષાયોની વાસનાઓ સંપૂર્ણપણે નાશ પામી જાય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનની યોગ્યતા પ્રગટે છે. શુભધ્યાનના નિરંતર અભ્યાસથી આત્મસ્વરૂપમાં લીન બનેલા આ મહાપુરુષ આધ્યાત્મિક-અનુપમ આત્મિક સુખનો અનુભવ કરે છે.
- આમ કરતાં કરતાં મુનિનું મન જ્યારે સર્વથા કામવાસનાથી રહિત બને છે, ત્યારે જ તે કામમલ્લને જીતી શકે છે. કામવાસનાને જીતીને અનેક લબ્ધિઓ-સમૃદ્ધિઓ પણ પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત કરીને ઉપર ઉપરના ગુણસ્થાનકોને સર કરીને કેવળજ્ઞાનાદિ આત્મગુણોને પ્રગટ કરીને આ જીવ મોક્ષસુખનો ભોક્તા બને છે. લા.