________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર “य एव वीतरागः स देवो निश्चीयतां ततः । વિનાં મવઝ્મોનિઃ, સ્વતુ"પદ્વીપ્રદ મઝદ્દા”
ગાથાર્થ - તેથી આ વાતને હૃદયના નિશ્ચયપૂર્વક સ્વીકારવી જોઈએ કે “જે વીતરાગ પરમાત્મા છે, તે જ સાચા દેવ છે અને તે વીતરાગ પરમાત્મા જ ભવ્ય જીવોના સંસારરૂપી પર્વતનો નાશ કરવા માટે વજ સમાન હોવાથી પોતાના જેવી પદવી એટલે વીતરાગતા આપવામાં સમર્થ છે.” ||૪૬ll
વિવેચન-જે રાગી દેવને ઉપાસે છે તે રાગદશાને પામે છે. પરંતુ જે વીતરાગને ઉપાસે છે, તે વીતરાગ દશાને પામે છે. આપણે આપણા આત્માને વીતરાગ બનાવવો છે. માટે વીતરાગની ઉપાસનામાં જોડાવું જોઈએ.
જેઓએ રાગ-દ્વેષાદિ સર્વ પ્રકારના દોષોનો સમૂલપણે ક્ષય કર્યો છે, તેને જ સાચા યથાર્થ દેવ કહેવાય. સર્વે પણ મુમુક્ષુ આત્માઓએ આ વાત મગજમાં સ્થિર કરવી જોઈએ કે જ્યાં સુધી રાગ-દ્વેષાદિ દોષોની હયાતિ હોય ત્યાં સુધી આ આત્માને કર્મનો બંધ ચાલુ જ રહે છે. કર્મનો બંધ ચાલુ રહેવાથી આત્માના જ્ઞાનાદિ ગુણો પૂર્ણપણે યથાર્થ પ્રગટ થતા નથી.
રાગ-દ્વેષાદિ દોષોનો પૂર્ણપણે ક્ષય કરવા માટે વીતરાગ પરમાત્માનું આલંબન લેવું પડે છે. તે વીતરાગ પરમાત્મા સ્વયં પોતે રાગ-દ્વેષાદિને જીતનાર છે અને પોતાના આશ્રિત ભક્તને પણ રાગાદિ દોષો જીતવાનો અને જિન બનવાનો જ ઉપદેશ આપનારા છે.
શ્રી તીર્થકર ભગવંતો વીતરાગ બનીને અવિનાશી એવી મુક્ત અવસ્થા પામ્યા હોવાથી પોતે સંસાર સાગર તર્યા છે અને શરણાગત સેવકને તરવાનો માર્ગ બતાવવા દ્વારા સંસાર સાગરથી તારનારા છે.