________________
યોગસાર પ્રથમ પ્રસ્તાવ
૯૫ પરમાત્મા પોતે કેવલજ્ઞાની હોવાથી સર્વભાવોના જાણકાર બન્યા છે અને ઉપદેશ દ્વારા પોતાના આશ્રિતને પણ તેવા જ સર્વજ્ઞ બનાવનારા છે. શ્રી વીતરાગ પરમાત્મા પોતે સર્વ કર્મોથી મુક્ત બન્યા છે અને શરણાગત સેવકોને મુક્ત બનાવે છે. કહ્યું છે કે – जिणाणं, जावयाणं, तिन्नाणं तारयाणं । વૃદ્ધvi વોયા, મુત્તા કોઈi (નમુત્યુર્ણ સૂત્ર)
શ્રી તીર્થંકર પરમાત્મા પોતે સ્વયં જિન છે, તીર્ણ છે, બુદ્ધ છે અને મુક્ત છે તથા શરણાગતને રાગ-દ્વેષાદિ દોષોને જીતાડનાર પણ છે. તારનાર પણ છે. બોધ પમાડનાર પણ છે અને મુક્તિ અપાવનાર પણ છે.
એટલે પરમાત્મા પોતે પરમાત્મા બન્યા છે અને તે માર્ગે આવનારને પોતાની તુલ્ય પદવી આપનાર પણ છે. વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે – मत्प्रसत्तेस्त्वत्प्रसादस्त्वत्प्रसादियं पुनः । રૂત્યોન્યાશ્રયં બ્ધિ, પ્રસીદ્ર માવ વિ . (વીતરાગ સ્તોત્ર)
અર્થ - હે પ્રભુ ! મારી ચિત્તપ્રસન્નતાથી (ચિત્તની પ્રસન્નતા પૂર્વકની સેવાથી) તમારી પ્રસન્નતા થાય છે. પરંતુ તમારી પ્રસન્નતા થાય તો જ મારામાં આ ચિત્તપ્રસન્નતા પ્રગટે છે. આ પ્રમાણેનો અન્યોન્યાશ્રય દોષ છે, તે દોષનો છેદ કરીને આપશ્રી જ મારા ઉપર પ્રસન્ન થાઓ.
પ્રભુ પ્રત્યેનો ભક્તનો અનુરાગ અને ભક્ત પ્રત્યેનો પ્રભુનો અનુગ્રહ, આ બન્ને સાથે મળીને મુક્તિની પ્રાપ્તિરૂપ કાર્ય કરે છે.
જેમ સૂર્ય સ્વયં પ્રકાશમાન છે અને મૃત્યુલોકમાં નિત્ય ગતિ કરે છે, તે સૂર્ય કોઈનું કામ કરવામાં નીચે આવતા નથી કે કોઈનું કામકાજ કરતા નથી, તો પણ તેના પ્રકાશમાં લોકો પોતાના કામો કરી શકે છે.