________________
યોગસાર | દ્વિતીય પ્રસ્તાવ
૧૧૩ ચાર ભાવનાઓ વિના દશવિધ યતિધર્મ આત્મસાત થતો નથી. માટે દશવિધ યતિધર્મને જીવનમાં સાક્ષાત્કાર કરવા માટે (લાવવા માટે) મૈત્રી આદિ ચાર ભાવનાઓને જીવનમાં અવશ્ય સાક્ષાત્કાર કરવી જોઈએ. જે સાધક આત્મા મૈત્રી આદિ ચાર ભાવનાઓને ભાવતો નથી, તેનો અભ્યાસ કરતો નથી, આ ચાર ભાવનાઓ પોતાના જીવનમાં વસાવતો નથી, તે જીવ દશ પ્રકારના યતિધર્મને પાળવા અસમર્થ જ બને છે. નાતિ મૂર્ત તો શારવા આવા પ્રકારનો જાય ત્યાં લાગે છે.
સારાંશ કે મૂલ હોય તો જ વૃક્ષ ઉગે. જો મૂલ જ ન હોય તો વૃક્ષ ઉગે નહીં. તેમ મૈત્રી આદિ ભાવનાઓ જીવનમાં વસી હોય આત્મસાત થઈ હોય તો જ દશવિધ યતિધર્મ આવે, અન્યથા ન આવે.
આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માગતા અને પ્રગતિ સાધવા માગતા સાધકે મૈત્રી આદિ ભાવનાઓનો અભ્યાસ પ્રથમ કરવો ખાસ જરૂરી છે. II૬-૭ી
अहो विचित्रं मोहान्ध्यं, तदन्धैरिह यज्जनैः । दोषा असन्तोऽपीक्ष्यन्ते, परे सन्तोऽपि नात्मनि ॥८॥
ગાથાર્થ - અહો ! આશ્ચર્ય થાય છે કે મોહદશાનું અંધપણું કેવું છે ? કારણ કે મોહદશાથી અંધ બનેલા પુરુષો વડે બીજામાં ન હોય તો પણ તેવા દોષો દેખાય છે અને પોતાનામાં દોષો હોય તો પણ તે દોષો દેખાતા નથી. દા.
વિવેચન – મૈત્રી આદિ ભાવનાઓ પ્રશસ્ત હોવાથી આ જીવમાં જ્યારે મોહદશા નબળી પડે છે ત્યારે જ તે ભાવનાઓ આવે છે.