________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ પ્રકારના ધ્યાનને જ સમાપરિયોગ કહેવાય છે. સમાપત્તિ એટલે તન્મયતા, એકાકારતા, સમાધિસ્થાવસ્થા, આત્માની અને પરમાત્માપણાની અભેદબુદ્ધિ - આવો અર્થ જાણવો.
જ્ઞાનસારાષ્ટકમાં સમાપત્તિનું આવું સ્વરૂપ સમજાવ્યું છે કે ઉત્તમ નિર્મળ મણિની જેમ શુભધ્યાનથી મનની તમામ મોહની વૃત્તિઓ ક્ષીણ થતાં નિર્મળ બનેલા અંતરાત્મામાં પરમાત્માનું જે પ્રતિબિંબ પડે છે, આ રીતે આત્મા પરમાત્માની સાથે જે એકાકાર થાય છે. તેને જ સમાપત્તિયોગ કહેવાય છે. જેમ સ્ફટિકમાં પ્રથમ સામેની વસ્તુનું પ્રતિબિંબ પડે છે અને પછી તે સ્ફટિક પણ સામેની વસ્તુના વર્ણ સ્વરૂપ ભાસવા લાગે છે, તેમ અહીં ધ્યાનદશામાં બેઠેલા સાધકના ચિત્તમાં પ્રથમ પરમાત્માનું સ્વરૂપ આલેખાય છે. ઉપસ્થિત થાય છે. પછી ધીરે ધીરે મોહની વૃત્તિઓ ક્ષીણ થતાં થતાં આ આત્મા જ પોતાના જ આત્માને પરમાત્મા રૂપે દેખે છે, અનુભવે છે. પ્રથમ અવસ્થાને “તસ્થતા” કહેવાય છે અને પછીથી આવેલી અભેદબુદ્ધિને
તદેજનતા” સમાપત્તિ કહેવાય છે. પ્રથમ “તપતા' મારામાં પણ તેવી પરમાત્મદશા છે. આમ ભેદદશાવાળો બોધ થાય છે. પછી તેની વૃદ્ધિ થતાં “આ મારો આત્મા જ પરમાત્મા છે” આવો અભેદ અનુભવ થાય છે. “સ પર્વ મહમ્” હું પણ તે પરમાત્મા સ્વરૂપ જ છું. આવો અભેદ અનુભવ થાય છે. આ અનુભવને સમાપત્તિયોગ કહેવાય છે.
આ રીતે સાધક આત્મા પરમાત્માનું પ્રથમ ભેદબુદ્ધિપૂર્વક ધ્યાન કરતો કરતો એકાકાર અને તન્મય થવાથી પછીથી અભેદબુદ્ધિવાળો થયો છતો પોતાના આત્માને જ પરમાત્મા સ્વરૂપે દેખે છે. મોહની સઘળી વૃત્તિઓનો ક્ષય થઈ જાય છે ||૩ી.