________________
૧૪
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર किन्तु न ज्ञायते तावद्, यावद् मालिन्यमात्मनः । जाते साम्येन नैर्मल्ये, स स्फुटः प्रतिभासते ॥४॥
ગાથાર્થ :- પરંતુ જ્યાં સુધી આ આત્મામાં રાગદ્વેષાદિ મોહદશાનું માલિન્યપણું છે ત્યાં સુધી પોતાનામાં રહેલું પરમાત્માપણું આ જીવને દેખાતું નથી - સમજાતું નથી. પરંતુ સમભાવદશાના અભ્યાસ વડે ચિત્તની નિર્મળતા પ્રાપ્ત થતાં પોતાના જ આત્મામાં તે પરમાત્મપણાની દશાનો સ્પષ્ટ અનુભવ થાય છે. જો
વિવેચન :- જેમ કોઈ પણ કાચમાં જ્યાં સુધી મલીનપણું હોય છે ત્યાં સુધી તે કાચમાં સામેની વસ્તુનું પ્રતિબિંબ આવતું નથી. પરંતુ
જ્યારે તે કાચનું માલિન્યપણું દૂર કરવામાં આવે છે ત્યારે સામેની વસ્તુનું યથાર્થ પ્રતિબિંબ પડે છે તેમ આ જીવમાં જયાં સુધી મોહનું માલિન્યપણું હોય છે ત્યાં સુધી પરમાત્માનું પ્રતિબિંબ પડતું નથી. પરંતુ જ્યારે મોહનું માલિન્યપણું દૂર થાય છે ત્યારે આ જ આત્મામાં પરમાત્માપણું છે આમ દેખાય છે. આવી દશાને જ સમાપત્તિયોગ કહેવાય છે. આવા પ્રકારની સમાપત્તિ પ્રાપ્ત કરવામાં ત્રણ સાધનો = ત્રણ ઉપાયો છે. તે આ પ્રમાણે – (૧) નિર્મળતા, (૨) સ્થિરતા, (૩) તન્મયતા. જેમ કોઈપણ કાચને સૌથી પ્રથમ કપડાથી લૂછીને નિર્મળ કરવો પડે, ત્યારબાદ પવન આદિના યોગે હલન-ચલન થતું હોય તો તે બંધ કરીને સ્થિર કરવો પડે, ત્યારબાદ સામેની વસ્તુનું પ્રતિબિંબ તેમાં પડે તેવી રીતે ગોઠવવો પડે. આ ત્રણ પ્રક્રિયા જો બરાબર કરવામાં આવે તો તે નિર્મળ અને સ્થિર કાચમાં સામેની વસ્તુનું યથાર્થ પ્રતિબિંબ પડતું દેખાય છે. તેમ આ આત્મામાં પણ મોહની વૃત્તિઓ ક્ષીણ થવાથી પ્રથમ આત્મા નિર્મળ થાય છે. ત્યારબાદ મોહાધીન ચંચળતા આદિ દોષો દૂર થવાથી આ આત્મા સ્થિર થાય