________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર ઉપકારી પુરુષો પ્રત્યેના અહોભાવથી અને પૂજયભાવની પરાકાષ્ઠાથી સાધકે એવો આત્મા શ્રી તીર્થંકર પરમાત્માનું દર્શન અને મીલન કરે છે. જે મીલન મુક્તિનું અસાધારણ કારણ બને છે. તેથી મોહદશા દૂર કરીને શુદ્ધ સ્ફટિક જેવો અંતરાત્મા બનાવીને પરમાત્માના ધ્યાનમાં એકાકાર કરવો એ જ સાર છે. સમાપત્તિનું સ્વરૂપ -
गुरुभक्तिप्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् । સમાપજ્યાવિન, નિર્વાનિવલ્થનમ્ II (યોગદૃષ્ટિસમુચ્ચય)
ઉત્કૃષ્ટ એવી ભક્તિના પ્રભાવે તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે અને તે દર્શન સમાપત્તિ (તન્મયતા-એકાકારતા) રૂપ આદિ ભેદ દ્વારા કેવળ મુક્તિનું જ એક કારણ બને છે. ધ્યાતા એટલે ધ્યાનનો અધિકારી યોગ્ય આત્મા. જેની મોહદશા કંઈક અંશે પણ પાતળી પડી છે એવો મંદમોહવાળો સમ્યગ્દષ્ટિ આદિ (૪ થી ૧૨) ગુણસ્થાનકોમાં વર્તતો આત્મા આવા પ્રકારના ધ્યાનનો અધિકારી છે.
ધ્યેય :- ધ્યાન કરવા યોગ્ય પરમાત્માનું ક્ષાયિકભાવનું આત્માનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ તે ધ્યેય છે.
ધ્યાન :- સાધક એવો આત્મા સાધ્ય એવા પરમાત્માના સ્વરૂપની સાથે એકાકાર-તન્મય બને, પ્રથમ ભેદબુદ્ધિથી અને પછી અભેદબુદ્ધિથી એકાકાર બને તેને ધ્યાન કહેવાય છે.
મારો આત્મા પણ પરમાત્માના આત્મા જેવો જ નિર્વિકારી શુદ્ધ-અનંતગુણમય છે. આમ પ્રથમ ભેદબુદ્ધિ દ્વારા ચિંતન કરતાં કરતાં ચિત્તવૃત્તિઓનો (મોહના વિકારોનો) વિલય થતાં આ આત્મા પરમાત્માની સાથે અભેદબુદ્ધિ દ્વારા એકાકારપણાને પામે છે. આવા